Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૦૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ત્વરાથી અને સુગમતાથી લક્ષ્યભેદ થાય છે. જે જીવને સ્વરૂપનો અનુભવ કરવો છે તે વિષય-કષાયો અને ઘર-ધંધાનો પાયરસ છોડીને ચૈતન્યનો રસીલો થાય છે. તે વિકથા છોડીને આત્માની કથા સાંભળવા હોંશે હોંશે સદ્ગુરુનો સંગ કરે છે. તેમની પાસે જઈને આત્માના અનુભવની વાર્તા સાંભળે છે. તેનો જ અપાર મહિમા હૃદયમાં સ્થિર કરે છે. સત્સંગમાં એકની એક વાત વારંવાર કહેવામાં આવે તો પણ તેને જરા પણ કંટાળો નથી આવતો. આત્મસ્વભાવની વાત વારંવાર સાંભળતાં જો કંટાળો આવતો હોય તો તે આત્માની અરુચિ અને ભવભ્રમણની રુચિ દર્શાવે છે. મોક્ષાભિલાષી જીવ જાણે છે કે વારંવાર સ્વરૂપભાવના ભાવતાં જ સ્વરૂપ તરફ પ્રયાણ થાય છે, તેથી વારંવાર આત્મસ્વભાવની વાત સાંભળવામાં તેને જરા પણ અણગમો નથી થતો, પરંતુ સ્વભાવની દઢતા જ થાય છે. તે થાક્યા વિના, અત્યંત રુચિપૂર્વક સદ્ગુરુ જે બોધ પ્રકાશે છે તેના શ્રવણમાં લાગેલો રહે છે. સદ્દગુરુનાં અનુભવાત્મક વચનામૃત સાંભળતાં તેના રોમેરોમ ઉલ્લસી જાય છે. આત્માની અપૂર્વ વાત, ગુરુગમે કરવા યોગ્ય અભ્યાસ,
૧ લેવાનાં ટાણાં - એનો મહિમા સાંભળતાં જ તે હર્ષથી ઊછળે છે અને ખુમારીથી કહે છે કે હું પણ બે ઘડીમાં કેવળજ્ઞાન લઉં એવા પૂર્ણસામર્થ્યવાળો છું.' તે સદ્ગુરુના બોધને શ્વાસે શ્વાસે સ્થાયી કરે છે. સૂતાં કે જાગતાં પ્રાણ પ્રાણમાં એને ઘોષિત કરે છે. એ બોધના બાણ ચેતનાના અત્યંત ઊંડાણ સુધી પહોંચતાં હોવાથી તેને તે બોધની અવિચ્છિન્ન સ્મૃતિ રહે છે. આવું રુચિપૂર્વકનું શ્રવણ અવશ્ય કાર્યકારી થાય છે. તેને જરૂર સ્વાનુભવ થાય છે અને ભવસાગરનો કિનારો આવે છે. આમ, જે જીવ તીવ્ર ઉત્કંઠા સહિત ઉપયોગને જ્ઞાની પુરુષના બોધમાં એકાગ્ર કરીને શ્રવણ કરે છે, તે જીવ જરૂર આત્માની પ્રતીતિ તથા તેમાં લીનતા કરીને મુક્તિ પામે છે. શ્રીમદ્ લખે છે –
જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.”
મોક્ષપ્રાપ્તિથી જ જીવને સર્વોત્તમ સુખ મળતું હોવાથી, પરમાનંદની પ્રાપ્તિ થાય એવા ઉપાયની વાત જ્ઞાની પાસે સાંભળતાં આત્માર્થીને અંતરમાં હોંશ અને ઉલ્લાસ આવે છે. બંધનથી છૂટવાના અવસરે તો પશુઓ પણ હોંશથી નાચે છે. બંધાયેલા વાછરડાને પાણી પીવા માટે છોડવામાં આવે છે ત્યારે તે છૂટવાના હરખમાં કૂદાકૂદ કરવા માંડે છે. બંધનથી છૂટવાની તક મળતાં જેમ વાછરડાને પાણી પીવાની, ખુલ્લી હવામાં ફરવાની અને મુક્તિની મોજ માણવાની હોંશ આવે છે; તેમ અનાદિ કાળથી અજ્ઞાનભાવે સંસારબંધનમાં બંધાયેલા જીવને જ્યારે તે બંધનથી છૂટવાનાં સત્સમાગમરૂપ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૨ (પત્રાંક-૯૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org