Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેટલું મુશ્કેલીભર્યું હોય, પરંતુ મક્કમ નિર્ણય કરીને આગળ વધનારને ચોક્કસ સફળતાની પ્રાપ્તિ થાય છે. મોક્ષ પ્રાપ્ત કરવાની ધગશવાળા આત્માને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
પાંચે ઉત્તરથી થયું, નિરાકરણ મનમાંહી; પણ તે મોક્ષ ઉપાયને, જાણવા છે ઉત્સાહ. પાંચે શંકા ટળી જતાં, સમાધાન સર્વાગ; થયું હોય પણ એક આ, ઉપાય સાચું અંગ. યથાર્થ આપ બતાવશો, તો આવે વિશ્વાસ; સમજું મોક્ષ ઉપાય તો, થાય સત્ય શિવલાસ. અહો પ્રભુ કરુણાનિધિ, કરો ભલો આ લાગ; સહજ મળે સદુપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય.''
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૩૮૧-૩૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org