Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૦૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવો નિશ્ચય થયો છે, અર્થાત્ આત્મા છે', ‘તે નિત્ય છે', ‘છે કર્તા નિજકર્મ'; 'છે ભોક્તા', વળી “મોક્ષ છે', એમ પાંચ પદ સંબંધી નિશ્ચયાત્મક પ્રતીતિ થઈ છે તેમ “મોક્ષ ઉપાય છે' એવા છઠ્ઠા પદની પણ એ જ સુલભતાથી તને પ્રતીતિ થશે.'
અહીં ‘સહજ’ શબ્દના પ્રયોગથી શ્રીગુરુ એમ સૂચવે છે કે જેને આત્માનાં પાંચ પદનો યથાર્થ નિશ્ચય થયો છે, તેને છઠ્ઠા પદની પ્રતીતિ થવી પણ સુલભ જ છે. આવા વિચક્ષણ અને વિલક્ષણ શિષ્ય માટે મોક્ષનો ઉપાય સમજવો ખૂબ સહેલો છે. તેને તેમાં બહુ શ્રમ નહીં પડે. “થાશે' શબ્દનો પ્રયોગ કરીને, શ્રીગુરુએ શિષ્યને મોક્ષના ઉપાયની પ્રતીતિ અવશ્ય થશે એવી મહોર મારી શિષ્યના ઉત્સાહને વધાર્યો છે. તેમણે શિષ્યને આશીર્વાદ આપ્યા છે કે “તને મોક્ષનો ઉપાય સહેલાઈથી સમજાશે અને તારું પરમ કલ્યાણ થશે.'
- શિષ્યને આત્મકલ્યાણની સાચી ખેવના જાગી છે. તે શ્રીગુરુનો સમાગમ વિશેષાર્થ
** કરે છે અને પોતાના અંતરમાં ઊઠેલા ષપદવિષયક પ્રશ્નોનું સમાધાન યાચે છે. તે સાચી લગનથી સદ્ગુરુનો બોધ સાંભળે છે અને એને સમજવાનો પ્રયત્ન કરે છે. શ્રીગુરુએ આપેલ પાંચ પદનાં સમાધાન ઉપર વિવેકપૂર્વક, શાંત ભાવે વિચાર કરતાં તેને આત્માનાં પ્રથમ પાંચ પદની સમજણપૂર્વક શ્રદ્ધા થાય છે, જેનો એકરાર કરતાં તે ગાથા ૯૬માં કહે છે કે “પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ'. આ વાતનો પ્રતિસાદ આપતાં શ્રીગુરુ પ્રસ્તુત ગાથામાં કહે છે કે “પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત'.
અહીં શ્રીગુરુએ “પ્રતીત' શબ્દનો પ્રયોગ કર્યો છે, જે એમ સૂચવે છે કે શિષ્ય શ્રીગુરુએ આપેલાં પાંચ પદનાં સમાધાન વિચારપૂર્વક સમજીને શ્રદ્ધાનમાં ઉતાર્યા છે. શિષ્ય કેવળ તર્કવાદી નથી, તેમજ અંધશ્રદ્ધાળુ પણ નથી. શ્રવણ કરેલા બોધ ઉપર વિચાર કરીને તેણે તે જ્ઞાનને સુદઢ બનાવ્યું છે. શ્રીગુરુએ આપેલાં સમાધાનનો સ્વીકાર પોતાના અંતરાત્મામાં થયા પછી જ તેણે કબૂલાત કરી છે. આથી વિપરીત, કેટલાક લોકો બહારથી ‘હા હા' તો કહી દે છે, પણ સમજવા માંગતા નથી. આંધળુકિયાં કરી માનવાને બદલે, જે કહેવામાં આવ્યું હોય તેને શાંતિથી સાંભળી, વિચારી, સમજવાનો પ્રયત્ન કરવો ઘટે છે. આત્માની પ્રાપ્તિ માટે વિચારથી પણ ઉપર ઊઠવાનું છે, વિચારની ભૂમિકાથી આગળ વધી નિર્વિચાર થવાનું છે. પરંતુ તેનો અર્થ એમ નથી કે વિચાર કરવો જ નહીં અથવા વિચાર કરવાનું બંધ કરી માત્ર અંધવિશ્વાસ કરી લેવો. અંધવિશ્વાસ તો વિચારની ભૂમિકા કરતાં પણ નીચી ભૂમિકા છે. અંધવિશ્વાસ તો વિચાર જ પેદા થવા દેતો નથી. અંધવિશ્વાસથી મૂઢતા ટળતી નથી, માત્ર તેને છુપાવવામાં આવે છે. મૂઢતા ટાળવી હોય તો વિચારનો આશ્રય એ જ એક અમોઘ ઉપાય છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org