Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૭
૨૦૩ વિચાર કરવા યોગ્ય છે. પરંતુ વિચારમાં જ રોકાઈ જવાનું નથી, વિચારમાં જ ખોવાઈ જવાનું નથી. વિચારની સીમા જાણવાની છે. વિચારની ભૂમિકાનું અતિક્રમણ થાય ત્યારે જ સત્યની પ્રાપ્તિ થાય છે. જે માત્ર વિચારમાં જ પ્રયાણ કરે છે, તે વિકલ્પોની અંતહીન શૃંખલામાં અટવાય છે, તેની યાત્રા ક્યારે પણ પૂરી થતી નથી. પરંતુ જે વિચાર કર્યા વિના જ અંધવિશ્વાસમાં રોકાઈ જાય છે, તેની તો યાત્રા હજુ શરૂ પણ થઈ નથી. તેથી જીવે નિર્ણય વિચારપૂર્વક જ કરવો ઘટે છે. જ્ઞાની પુરુષોના બોધને મનન, ચિંતન, ભાવન વડે આત્મસાત્ કરવામાં આવે તો જ તે લાભનું કારણ બને છે. સપુરુષનાં વચનો કંઠસ્થ નહીં પણ હૃદયસ્થ કર્યા હોય, શાસ્ત્રવાંચન માત્ર બૌદ્ધિક જાણકારીરૂપ નહીં પણ અંતરની માન્યતારૂપ બન્યું હોય તો જ ઉદયપ્રસંગે તે ઉપસ્થિત રહે છે. ભાડાનું માહિતીજ્ઞાન નહીં પણ સમજણપૂર્વકની પ્રજ્ઞા જ ઉદયપ્રસંગે બચાવે છે. સમજ્યા વિના માની લેવાથી, વિચાર્યા વિના સ્વીકારી લેવાથી સિદ્ધિ થતી નથી. માત્ર ગતાનુગતિકતાથી સ્વીકાર્યું હોય અને વિચારપૂર્વક સ્વીકાર્યું ન હોય તો તે માન્યતા તૂટતાં વાર લાગતી નથી. વિચારપૂર્વક મોક્ષના ઉપાયનો સ્વીકાર કર્યો હોય તો જ લાભ થાય છે. શ્રીમદ્ કહે છે -
મોક્ષનો ઉપાય છે. ઓઘભાવે ખબર હશે, વિચારભાવે પ્રતીતિ આવશે.'
શિષ્ય મોક્ષપ્રાપ્તિનો ઇચ્છુક હોવાથી તેણે શ્રીગુરુનાં વચનોનું એકાગ્રતાપૂર્વક શ્રવણ કરી, તેના ઉપર ચિંતન-મનન કરી, તેની દઢતાપૂર્વક પ્રતીતિ કરી છે. પાંચે ઉત્તરથી તેને આત્મા વિષે પ્રતીતિ થઈ છે. પાંચ પદની સમજણપૂર્વકની શ્રદ્ધા પ્રગટી છે. તેને તે સંબંધી કોઈ વિકલ્પ કે સંશય રહ્યા નથી. આ સ્થિતિ શિષ્યની ઉચ્ચ પાત્રતાની દ્યોતક છે. શિષ્ય અદમ્ય ઉત્સાહવાળો, કડક વીર્યવાળો અને તીવ્ર ધગશવાળો છે. આત્મકલ્યાણ સાધવા અર્થે તે ઉત્સાહપૂર્વક શ્રીગુરુ સમક્ષ પોતાની શંકાઓ રજૂ કરી તેમના બોધ દ્વારા આત્મસ્વરૂપનો નિર્ણય કરે છે. કોઈ સામેથી બધું બતાવે, સમજાવે, તૈયાર કરી આપે એની રાહ જુએ એવો મંદ ઉત્સાહ હોય તો નિજકાર્ય સધાતું નથી. શિષ્ય તો ઉમંગસભર છ પદની સમજણના અભ્યાસમાં રત રહે છે. તેની બુદ્ધિ ખીલેલી છે, ગ્રહણશક્તિ સારી છે, તર્ક દ્વારા તત્ત્વવિશ્લેષણ કરવાની અને મધ્યસ્થપણે પૃથક્કરણ કરવાની સમર્થતા તેનામાં છે અને તેથી તે શ્રીગુરુએ આપેલ સમાધાન અનુસાર યથાર્થ માન્યતા કરી શક્યો છે.
શ્રીગુરુના ઉત્તરથી શિષ્યને પાંચ પદની પૂર્ણ પ્રતીતિ થઈ છે. અનંત કાળમાં જે સમજાયું ન હતું તે અપૂર્વ તત્ત્વ તેને સમજાયું છે. આ જોઈને શ્રીગુરુને પ્રમોદ આવે છે. પાંચ પદ સંબંધી પોતાના બોધને પ્રતીતિરૂપ થયેલો જોઈને, પોતાના ઉદ્યમને સાર્થક ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૯ (ઉપદેશછાયા-૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org