Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૯૬
અર્થ
– ગાથા ૯૫માં શિષ્ય કહ્યું કે પૂર્વે રજૂ કરેલ ત્રણ દલીલો વિચારતાં એમ [25] લાગે છે કે મોક્ષનો ઉપાય મળે તેવો નથી અને તેથી જીવાદિનું સ્વરૂપ
ભૂમિકા જાણવાનો કોઈ લાભ નથી.
આમ, ગાથા ૯૨ થી ૯૪માં મોક્ષના ઉપાયની પોતાની શંકાના સમર્થનમાં ત્રણ દલીલ રજૂ કરી, શિષ્ય ગાથા ૯પમાં મોક્ષનો અવિરોધ ઉપાય સમજવાની અગત્યતા દર્શાવી. હવે આ છઠ્ઠા પદની શંકાની અંતિમ ગાથામાં મોક્ષનો ઉપાય સમજવાની તીવ્ર ઉત્કંઠા દર્શાવતાં શિષ્ય કહે છે –
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; ગાથા
સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય.' (૯૬) = આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું
સમાધાન થયું છે; પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદયઉદય થાય. અત્રે “ઉદય' “ઉદય' બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. (૬)
તે આત્મલાભની તીવ્ર જિજ્ઞાસાવાળા જીવનો વ્યવહાર કેવો હોય, અર્થાત્ પાત્ર
જીવનાં લક્ષણ કેવાં હોય એ આ ગાથા ઉપરથી જણાઈ આવે છે. પ્રથમ પાંચ પદ સમજાયાં છે એમ શિષ્ય સ્વીકાર કરે છે તથા મોક્ષનો ઉપાય સમજવાની ઇચ્છા દર્શાવે છે. તે કહે છે કે “આત્મસ્વરૂપ સંબંધી ઘણી શંકાઓ હતી, પણ આત્માનાં પાંચ પદની - અસ્તિત્વની, નિત્યત્વની, કર્મકર્તુત્વની, કર્મફળભોસ્તૃત્વની તથા મોક્ષત્વની શંકાઓનું આપે જે સચોટ સમાધાન આપ્યું તે વિષે અંતરથી વિચારતાં પાંચે પદ સર્વ પ્રકારે સમજાય છે અને તેની અંતરમાં દઢ પ્રતીતિ પણ થઈ છે. એ પાંચ પદમાં હવે કોઈ શંકા રહી નથી.'
પાંચ પદના શ્રીગુરુએ કરેલાં ન્યાયયુક્ત સમાધાનના કારણે શિષ્યના અંતરમાં એવી પ્રતીતિ થાય છે કે મોક્ષના ઉપાય સંબંધી શંકાનું સમાધાન પણ અવશ્ય થશે અને મોક્ષનો અવિરોધ ઉપાય અવશ્ય પ્રાપ્ત થશે. એટલે શિષ્ય આનંદમાં આવીને કહે છે કે ‘જો મોક્ષનો ઉપાય સમજીશ તો મારા સદ્ભાગ્યનો ઉદય થયો છે એમ માનીશ.' ગાથામાં બે વાર “ઉદય ઉદય' શબ્દનો પ્રયોગ થયો છે, જે સુશિષ્યની જિજ્ઞાસાની
ભાવાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org