Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે કે જેના ફળરૂપે આત્મસાક્ષાત્કાર થાય છે.
મોક્ષનો ઉપાય સમજવાની આવી ઉત્કંઠા અને તૈયારી સહિત તે શ્રીગુરુના બોધને વારંવાર વાગોળતાં વિચારે છે કે “આત્મા અનંત જ્ઞાનાદિ ગુણોનો દરિયો છે. પોતે પોતાના ગુણોની ઉત્કૃષ્ટ વિરાધના કરે તો નિગોદની પ્રાપ્તિ થાય અને આરાધના કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય. આત્માનું હિત કરવા માટે અત્યારે જ આ સમયે આરાધનાનું સ્વરૂપ કેવું છે તે સમજી લેવું જોઈએ. સમજવાનો અવસર મળ્યો છે. તે વ્યતીત થઈ ગયો તો ફરી આવો અવસર મળવો મહાદુર્લભ છે. આ મનુષ્યદેહ અનંત કાળ પછી મને મળ્યો છે. તે ચિંતામણિ રત્ન જેવો છે. આ ભવને પૈસા રળવામાં અને ભોગમાં જ વેડફી નાખ્યું અને મોક્ષના ઉપાયની સમજણ ન કરું તો મારી ચેષ્ટા કાગડો ઉડાડવા માટે ચિંતામણિ રત્નનો ઘા કરનાર મૂરખ જેવી ગણાય. મારું અત્યાર સુધીનું જીવન તો મેં સંસારનાં કાર્યોમાં વેડયું છે, પણ સંસારની અસારતા હવે મને સમજાઈ છે. મારે હવે જન્મ-મરણ જોઈતાં નથી.' તે શ્રીગુરુને વિનયપૂર્વક વિનંતી કરે છે કે “મારા અંતરમાં ભવભ્રમણનો ત્રાસ લાગ્યો છે. મુક્તિ મેળવવાની મને તીવ્ર અભિલાષા છે. પાંચે પદ સંબંધી શંકાઓના ઉત્તર આપવાનો આપે લીધેલો શ્રમ સફળ થયો છે, કારણ કે તે વિષે મને નિઃશંક પ્રતીતિ થઈ છે, સર્વાગે સમાધાન થયું છે; પરંતુ મોક્ષના ઉપાય વિષે હજી મને શંકા રહે છે, તેથી કૃપા કરી મને એવો સચોટ ઉપાય બતાવો કે શીધ્ર હું મારા શ્રેયને સાધી શકું. આપ મને મોક્ષમાર્ગની આરાધના કઈ રીતે કરવી તે સમજાવો કે જેથી અલ્પ સમયમાં મારો બેડો પાર થઈ જાય. આપનાં માર્ગદર્શન અને આશીર્વાદથી હું ધન્ય થઈ જઈશ.'
આત્મહિત કરવાની ખરી લગની લાગી હોવાથી શિષ્ય બીજાં બધાં જ કાર્યોની પ્રીતિ છોડીને, સંસારના મોતની પ્રવૃત્તિ છોડીને, અનાદિના વિરાધક ભાવને તજીને આરાધનાનું સ્વરૂપ સમજવાનો ઉદ્યમ કરે છે. મોક્ષની શ્રદ્ધા થવાથી તેને મોક્ષ પ્રાપ્ત કરવાની તાલાવેલી જાગી છે, પરંતુ મોક્ષના ઉપાય સંબંધી યથાર્થ નિર્ણય ન થવાના કારણે તે યથાર્થ પુરુષાર્થ કરી શકતો નથી. મોક્ષના ઉપાયનો વિચાર કરતાં, તે સંબંધી ભિન્ન ભિન્ન મત જોઈને તે મૂંઝાઈ જાય છે અને મોક્ષનો ઉપાય કદાપિ પ્રાપ્ત થશે નહીં એવું તેને લાગ્યું હતું, પરંતુ શ્રીગુરુએ આપેલ પાંચ પદનાં સમાધાનથી ઉત્પન્ન થયેલી શ્રીગુરુ પ્રત્યેની આસ્થાના કારણે તેને શ્રીગુરુ દ્વારા મોક્ષનો ઉપાય પ્રાપ્ત થશે એવી શ્રદ્ધા જન્મે છે.
શિષ્યની શ્રીગુરુ પ્રત્યેની શ્રદ્ધા, મોક્ષ પ્રાપ્ત કરવાની તાલાવેલી અને મોક્ષનો ઉપાય સમજવાની તત્પરતા એટલી પ્રબળ થઈ છે કે તે ઉલ્લાસમાં આવી જઈને કહે છે કે “જો શ્રીગુરુ દ્વારા મને મોક્ષનો ઉપાય યથાર્થપણે સમજાશે અને તેની નિઃશંક પ્રતીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org