Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરવો અત્યંત વિકટ થઈ પડે છે. પ્રભુ વીરને અનુસરનારા દિગંબર અને શ્વેતાંબર (મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે) દરેક એમ જ માનતા હોય છે કે અમે શ્રી મહાવીર પ્રભુએ બતાવેલા પંથે ચાલી રહ્યા છીએ. છતાં બધાની માન્યતા અને પ્રવૃત્તિ એકબીજાથી કેટલી જુદી પડે છે! એક શ્રી જિનમૂર્તિનાં દર્શન-પૂજન કર્યા વિના અનજળ મોઢામાં ન નાખવાની ટેકથી પોતાને ધાર્મિક માને છે, તો બીજો જિનમૂર્તિનું અવલંબન લેવાની ઘસીને ના પાડે છે, તો કોઈ એનાથી પણ આગળ વધીને ધર્મના પ્રથમ સોપાનતુલ્ય અનુકંપાનો પણ ઉચ્છેદ કરે છે! શ્રી જિનમૂર્તિનું અવલંબન લેનારમાંથી પણ એક શ્રી જિનમૂર્તિને આભૂષણોથી શણગારીને રાજી થાય છે, તો બીજો નિર્વસ્ત્ર જિનબિંબને જ વંદનીય-પૂજનીય માને છે અને દેહ સાથેના વસ્ત્રના સંસર્ગ–અસંસર્ગ સાથે જ મુક્તિને જોડી દે છે! પરસ્પર વિરોધી આ માન્યતાઓમાંથી કઈ માન્યતા શ્રી જિનાજ્ઞા અનુસાર સમજવી? એનો નિશ્ચય કરવો એ અલ્પજ્ઞ જીવ માટે ખરેખર અત્યંત વિંકટ છે.
આ પ્રમાણે મોક્ષનો ઉપાય ભિન્ન ભિન્ન મત-પંથોમાં ભિન્ન ભિન્ન બતાવ્યો છે. વળી, એક જ ધર્મમતમાં પણ અનેક ભેદો પડી ગયા છે. આ કારણે સાચો કાર્યકારી માર્ગ કયો છે તેનો નિર્ણય સુશિષ્ય કરી શકતો નથી, તેથી પોતાની મૂંઝવણ શ્રીગુરુ પાસે રજૂ કરી, કઈ જાતિમાં તથા કયા વેષમાં મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ છે એ સમજાવવા તે શ્રીગુરુને વિનંતી કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
કઈ જાતિમાં મોક્ષ છે, મોક્ષ મળે કયે દેશ; કયો કાળ છે મોક્ષનો, એ સમજાવો વિશેષ. કયા લિંગમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; શું વ્રત કરીએ તો મળે, મોક્ષ સ્થાન અપરોક્ષ. જોતાં વિવિધ પ્રકારનાં, ભેદ અનેક વિચિત્ર; એનો નિશ્ચય ના બને, શું છે પરમ પવિત્ર. ગોથા ખાતું ચિત્ત આ, પામે નહીં સંતોષ; વાદી પ્રતિવાદી તણાં, ઘણાં ભેદ એ દોષ.૧
*
*
*
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૭૩-૩૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org