Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૭૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન તે ગૃહધર્મ અને જેનાં પરિણામ નિર્મળ થયાં હોય તથા જે પરિષહથી વ્યાકુળ ન થતા હોય તે પરિગ્રહ ન રાખી ધર્મ સાધે તે મુનિધર્મ. આટલો જ તો આ બન્ને ધર્મનો ભેદ છે. ૧ (૪) શ્વેતાંબરમતની માન્યતા મુજબ જો વસ્ત્ર ન હોય તો ઠંડી કે ગરમી લાગે અને તેથી ચારિત્રભંગરૂપ આર્તધ્યાન ઉત્પન્ન થાય, તેથી તે મટાડવા અર્થે વસ્ત્ર ધારણ કરવાં જોઈએ. મુનિ જેમ સુધા અર્થે આહાર પ્રહણ કરે છે, તેમ શીત-ઉષ્ણાદિ અર્થે વસ્ત્ર ગ્રહણ કરે છે, તેથી વસ્ત્ર સંયમનિર્વાહ અર્થે હોવાથી પરિગ્રહ નથી. આનો ઉત્તર આપતાં દિગંબરો કહે છે કે –
મુનિપદ અંગીકાર કરતાં આહારનો ત્યાગ કર્યો નથી, પણ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. અનાદિનો સંગ્રહ કરવો એ તો પરિગ્રહ છે, પરંતુ ભોજન કરવા જાય એ પરિગ્રહ નથી. વસ્ત્રાદિનો સંગ્રહ કરવો એ પરિગ્રહ જ છે.
શ્વેતાંબરોનું કહેવું છે કે દિગંબર મુનિ શાસ્ત્ર, પીંછી આદિ રાખે છે, પરંતુ તે સંયમનિર્વાહ અર્થે હોવાથી પરિગ્રહ નથી ગણાતો, તેમ વસ્ત્ર પણ સંયમ અર્થે હોવાથી પરિગ્રહ નથી; પણ શ્વેતાંબરોનું આમ માનવું મિથ્યા છે, કારણ કે જેનાથી ઉપકાર થાય તેનું નામ ઉપકરણ છે. શીતાદિ વેદના દૂર કરનાર વસ્ત્રને જો ઉપકરણ ઠેરવવામાં આવે તો સર્વ પરિચયસામગ્રી ઉપકરણ નામ પામે. ખરેખર તો ધર્મમાં તેનું કશું પ્રયોજન નથી. એ તો પાપનું કારણ છે. ધર્મમાં તો જે ધર્મને ઉપકારી થાય તેનું જ નામ ઉપકરણ છે. શાસ્ત્ર જ્ઞાનનું, પીંછી દયાનું તથા કમંડલ શૌચનું કારણ છે; તેથી એ તો ધર્મસાધનામાં ઉપકારી થયાં, પણ વસ્ત્રાદિ કેવી રીતે ધર્મમાં ઉપકારી થાય? એ તો કેવળ શરીરના સુખને અર્થે જ ધારવામાં આવે છે. હા, મુનિ જો શાસ્ત્ર રાખી મહંતતા બતાવે, પીંછી વડે વાસીદું કાઢે તથા કમંડલ વડે જલાદિ પીવે કે મેલ ઉતારે તો એ સર્વ પણ પરિગ્રહ જ છે; પણ મુનિ એવાં કાર્ય કરે જ નહીં. ધર્મના સાધનને પરિસહસંજ્ઞા હોતી નથી, પણ ભોગના સાધનને પરિસહસંજ્ઞા હોય છે. અહીં કોઈ કહે કે “કમંડલથી તો શરીરનો મળ જ દૂર કરવામાં આવે છે, તો તેનું સમાધાન એ છે કે મળ દૂર કરવાની ઇચ્છાથી મુનિ કમંડલ રાખતા નથી. શાસ્ત્રવાંચનાદિ કાર્ય કરે ત્યારે મલલિપ્ત હોય તો અવિનય થાય, આશાતના થાય અને લોકનિંદ્ય થાય, તેથી તેઓ કમડલ રાખે છે. એ જ પ્રમાણે પીંછી આદિને ઉપકરણ સંજ્ઞા સંભવે છે, પરંતુ વસ્ત્રાદિને ઉપકરણસંજ્ઞા સંભવતી નથી. કામ-અરતિ આદિ મોહના ઉદયથી વિકાર પ્રગટ થાય તથા શીતાદિ સહન થાય નહિ, તેથી વિકારને ઢાંકવા માટે કે શીતાદિ ૧- જુઓ : પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર
૫, પૃ.૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org