Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
થાય છે. સ્ત્રી(આર્ટિકા)નો સંયમ નિર્મથસંયમ કહી શકાય નહીં, કારણ કે તે સવસ્ત્રસંયમ હોવાથી પરિગ્રહયુક્ત સંયમ ઠરે છે.'
સ્ત્રી (આયિકા) વસ્ત્રાદિ જે બાહ્ય પરિગ્રહ ગ્રહણ કરે છે, તે તેના અત્યંતર રાગાદિ પરિગ્રહને દર્શાવે છે; વસ્ત્રાદિ પરિગ્રહ હોવાથી અંતરમાં મોહવિકાર છે એમ સિદ્ધ થાય છે. આમ, બાહ્ય અને અત્યંતર પરિગ્રહ હોવાથી સ્ત્રી (આર્થિકા) સગ્રંથ છે, નિગ્રંથ નથી. તેનો સંયમ ગૃહસ્થ સમાન છે. જેમ ગૃહસ્થસંયમથી મોક્ષ નથી, તેમ આર્થિકાસંયમથી પણ મોક્ષ નથી. (૨) શ્વેતાંબરમતની માન્યતા મુજબ આગમપ્રમાણ છે કે અનેક વીરાંગનાઓએ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે, જેમ કે માતા મરુદેવી, ચંદનબાળા, મૃગાવતી આદિ. ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન પણ સ્ત્રીપર્યાયમાં મોક્ષ પામ્યા છે. આનો ઉત્તર આપતાં દિગંબરો કહે છે કે –
શ્વેતાંબર શાસ્ત્ર કલ્પિત છે, કારણ કે જેને કષાય હોય તેણે રચેલ શાસ્ત્ર કલ્પિત હોય છે. વસ્ત્રાદિ હોય તેને શ્રાવકધર્મ તો કહ્યો જ છે, છતાં શ્વેતાંબરમાં તેને મુનિધર્મ કહે છે, તેથી તેઓ નીચી ક્રિયામાં પણ ઉચ્ચ પદ માને છે. તે માન્યતા જ તેમનું કષાયીપણું છતું કરે છે. વસ્ત્રાદિ રાખવા છતાં પણ પોતાને મુનિ માનતા હોવાથી તેમણે માન કષાય પોપ્યો. આમ, કષાયવાન થઈને વસ્ત્રાદિ હોવા છતાં પણ મુનિપણું કહ્યું છે, તેથી તે કલ્પિત વચન છે. સચેલ(સવસ્ત્ર)સંયમ હોય તોપણ મુક્તિ સંભવે છે એવું પ્રતિપાદન કરનાર આગમ અસિદ્ધ ઠરે છે. સ્ત્રીનો સવસ્ત્રસંયમ મોક્ષના અવિકલ કારણરૂપ નહીં હોવાથી સ્ત્રીમુક્તિનો નિષેધ કરવામાં આવ્યો છે.
સ્ત્રીપર્યાયમાં જીવને ચક્રવર્તી આદિના મહા ઐશ્વર્ય પ્રાપ્ત થતાં નથી. જે સ્ત્રીને ચક્રવર્તી આદિ પદની પ્રાપ્તિ થતી નથી, તેને ઇન્દ્ર, ધરણેન્દ્ર અને ચક્રવર્તી જેને પૂજ્ય માને છે તથા જે મોક્ષના અદ્વિતીય કારણથી યુક્ત છે એવું તીર્થંકરપદ પ્રાપ્ત હોય છે એમ કહેવું ન્યાયસંગત નથી. (૩) શ્વેતાંબરમતની માન્યતા મુજબ પુરુષની જેમ અધ્યવસાયવિશેષથી સ્ત્રીને પણ ચારિત્રનો ઉત્કર્ષ હોય છે. આનો ઉત્તર આપતાં દિગંબરો કહે છે કે –
જેનાથી સાતમી નરકગમન યોગ્ય પાપ ન થઈ શકે, તેનાથી મોક્ષકારણરૂપ શુદ્ધ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પ્રવચનસાર'ની આચાર્યશ્રી જયસેનજીકૃત ટીકા, ‘તાત્પર્યવૃત્તિ',
ગાથા ૨૨૫ ૨- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, ‘સિદ્ધાંતસારસંહ' , અધ્યાય ૪, શ્લોક ૨૨૦ ૩- જુઓ : એજન, શ્લોક ૨૪૦,૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org