Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૪
૧૬૭
પરિણામ થતાં નથી, તેમ મુક્તિને પામવા યોગ્ય તીવ્ર વિશુદ્ધ પરિણામ પણ થતાં નથી. માટે સ્ત્રીને મુક્તિનો સંભવ નથી. આનો ઉત્તર આપતાં શ્વેતાંબરો કહે છે કે –
સાતમી નરકમાં જવા યોગ્ય અશુભ મનોવીર્ય સ્ત્રીને નથી, માટે બીજી બાજુ તેને મુક્તિ મેળવવા યોગ્ય તથાવિધ મનોવીર્ય થાય નહીં - આમ કહેવું યથાર્થ નથી, કારણ કે એવો નિયમ નથી કે અધોગતિએ જવાનો જેટલો અધ્યવસાય થાય તેટલો જ અધ્યવસાય ઊર્ધ્વગતિએ જવાનો થાય; તેના કરતાં વિશેષ અધ્યવસાય ન થઈ શકે. ભુજપરિસર્પ ઉત્કૃષ્ટથી બીજી નરક સુધી અધોગતિમાં જાય છે, પક્ષી ત્રીજી નરક સુધી જાય છે, ચતુષ્પદ ચોથી નરક સુધી જાય છે, ઉરગ પાંચમી નરક સુધી જાય છે, સ્ત્રી છઠ્ઠી નરક સુધી જાય છે અને પુરુષ તથા મત્સ્ય સાતમી નરક સુધી જાય છે. તે છતાં સ્ત્રી તથા પુરુષ સિવાયના પૂર્વોક્ત સર્વ પ્રાણીઓ ઉત્કર્ષથી આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી અને સ્ત્રી તથા પુરુષ તો તેના કરતાં પણ આગળ જઈ શકે છે. આના ઉપરથી સિદ્ધ થાય છે કે અધોગતિને અનુરૂપ જ પરમોત્કર્ષ હોવો જરૂરી નથી. જેવી કારણની ઉત્કર્ષતા હોય તેવી જ કાર્યની ઉત્કર્ષતા હોય એવો નિયમ છે, સ્ત્રી વિષે પણ જો યુદ્ધાદિ મહારંભરૂપ કારણનો સંભવ હોય તો તે પણ સાતમી નરક સુધી જઈ શકે. પરંતુ સ્ત્રીને તેવું કારણ વિદ્યમાન નથી હોતું, માટે સ્ત્રી સાતમી નરક સુધી જઈ શકતી નથી, પણ છઠ્ઠી નરક સુધી જાય છે. જ્યારે પુરુષ તથા મત્સ્યમાં સાતમી નરકે જવાય તેવાં કારણ વિદ્યમાન હોવાથી તેઓ સાતમી નરક સુધી જાય છે. આમ, અધોગતિએ જવા માટે પુરુષ તથા સ્ત્રીનાં કારણોની વિલક્ષણતા હોવાથી સરખું ગમન થતું નથી, પરંતુ ઊર્ધ્વગતિમાં જવા માટેના બનેનાં કારણો સરખાં હોવાથી સરખું ગમન થવાનો સંભવ અવશ્ય છે. જેમ પુરુષમાં શીલાદિ ગુણરૂપ ઊર્ધ્વગમનનાં કારણ હોય છે, તેમ સ્ત્રીમાં પણ હોય છે.'
દિગંબરમત
(૧) શ્વેતાંબરમતની માન્યતા મુજબ પુરુષની જેમ સ્ત્રીઓમાં પણ ચારિત્ર (સંયમવ્રતરૂપ દીક્ષા) સંભવે છે. રત્નત્રયરૂપ મોક્ષનું અવિકલ કારણ સ્ત્રી પ્રાપ્ત કરી શકતી હોવાથી તેનો પણ મોક્ષ સંભવે છે. એનો ઉત્તર આપતાં દિગંબરો કહે છે કે –
સ્ત્રીઓમાં નિર્ગથ સંયમ(મુનિદીક્ષા)નો અભાવ હોવાથી તે અવિકલ કારણની પ્રાપ્તિ કરવામાં સમર્થ નથી. સ્ત્રી(આર્ટિકા)નો સંયમ ગૃહસ્થની જેમ પરિગ્રહયુક્ત સંયમ છે. ગૃહસ્થસંયમથી પણ જો મોક્ષ પ્રાપ્ત થતો હોય તો પછી દીક્ષા ગ્રહણ વ્યર્થ સાબિત ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રી અધ્યાત્મ મત-પરીક્ષા', શ્લોક ૧૬૬ ૨- દિગંબર સંપ્રદાયમાં ગૃહવાસ ત્યજી, શ્વેત વસ્ત્ર ધારણ કરી, પીંછી-કમંડલ સાથે વિચરનારી બહ્મચારિણી સ્ત્રીઓને આર્થિક કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org