________________
૧૫૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંસારથી મુક્ત થાય છે અને વિષ્ણુની સમીપે આનંદથી રહે છે. આ મતના અનુયાયી ગોપીચંદનનું ઊર્ધ્વ પુંડ કરે છે, વચ્ચે બાળેલી સોપારીની ઊભી લીટી કરે છે અને તેની નીચે હળદરનો ચાંદલો કરે છે.
શ્રી વલ્લભાચાર્યના મત અનુસાર પ્રેમભક્તિ એ જ એક મુક્તિનું કારણ છે. તેમણે પ્રવર્તાવેલ સંપ્રદાયને પુષ્ટિમાર્ગ કહેવામાં આવે છે. પાપના કારણે મનુષ્યનો આત્મા ક્ષીણ અને દુર્બળ બન્યો છે. એને આધ્યાત્મિક પોષણની જરૂર છે. આ આધ્યાત્મિક પોષણ ઈશ્વરકૃપા જ આપી શકે છે. શ્રીકૃષ્ણપ્રીતિ જ્યારે ઉત્કૃષ્ટ બને છે ત્યારે ભક્ત
જ્યાં ત્યાં સર્વત્ર શ્રીકૃષ્ણને જ જુએ છે. પરિણામે સૌની સાથે તે તાદાભ્ય સાધે છે. આ મતના અનુયાયીઓનું અંતિમ લક્ષ્ય મુક્તિ નહીં પણ સતત શ્રીકૃષ્ણસેવન અને વૃંદાવનમાં ચાલતી હરિની લીલાનું દર્શન કરવું તે છે.
શ્રી નિબાર્કાચાર્યના મત અનુસાર પણ ભક્તિ એ મુક્તિનું પ્રધાને કારણ છે. તેમના મત મુજબ અવિદ્યાપ્રેરિત કર્મ દ્વારા જીવાત્માની વિશુદ્ધતા આચ્છાદિત થાય છે. ઈશ્વરની કૃપા વડે આ અવિદ્યાનો નાશ કરી શકાય છે અને ઈશ્વરની કૃપા ભક્તિ દ્વારા પ્રગટ થાય છે. તેઓ વૈતાદ્વૈતની ચર્ચામાં ઊતરવાની વાતને નિરર્થક માને છે. અને રાધાકૃષ્ણનાં ભજનકીર્તનને જ પ્રાધાન્ય આપે છે.
શૈવ સંપ્રદાયમાં પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞ અને રસેશ્વર એ ચાર મુખ્ય મત છે. પાશુપતમતવાળા હઠયોગને ઐશ્વર્યપ્રાપ્તિનું કારણ માને છે. તેઓ લલાટ, છાતી આદિ જગ્યા ઉપર શિવલીંગ કરે છે. કાપાલિક અને અઘોરીઓનો મત અને આ મતમાં ઘણું સામ્યપણું છે. શૈવમતવાળા શિવતત્ત્વની પ્રાપ્તિ માટે વિદ્યા, ક્રિયા અને યોગ ઉપર ભાર મૂકે છે. પ્રત્યભિજ્ઞમતવાળા પ્રતિપત્તિપૂર્વક જ્ઞાન વડે શિવતત્ત્વની પ્રાપ્તિ માને છે. રસેશ્વરમતમાં શરીરને આદ્ય ધર્મસાધન ગણવામાં આવે છે અને અપમૃત્યુ વગેરે દૂર કરવા માટે રસપાનની પ્રશંસા કરે છે. રસ તરીકે પારાના પાનનું વિધાન છે. પારાનાં દર્શન, ભક્ષણ, દાન અને પૂજનથી અનેક લાભ માનવામાં આવ્યા છે. તેમના મત મુજબ રસ અને રસાયન વડે દેહનું રક્ષણ કરવું જોઈએ. આ શરીર પર અને ગૌરીથી ઉત્પન થયેલું છે. પારાના પાનથી તેની સાથે તાદાભ્ય થાય છે. દિવ્ય શરીર ન હોય ત્યાં સુધી મોક્ષ મળવો અસંભવિત છે, તેથી પારાનું પાન કરવું આવશ્યક માને છે. પારાનું વિધિપૂર્વક પાન કરવાથી આ શરીરમાં જ અજર-અમરપણું પ્રાપ્ત કરી શકાય છે. આમ, આ મતવાળા આ લોકમાં જ મોક્ષપ્રાપ્તિ થાય છે એમ માને છે અને તેના ઉપાય તરીકે વિધિપૂર્વક પારાનું પાન કરવાનું વિધાન કરે છે.
આમ, મોક્ષના ઉપાય સંબંધી અનેક મતભેદ છે. બૌદ્ધ, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, શાંકરવેદાંત આદિ દર્શનો જ્ઞાનને મોક્ષનું કારણ માને છે. મીમાંસા દર્શન કર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org