Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૯૪
| ગાથા
ગાથા ૯૩માં શિષ્ય કહ્યું કે જગતમાં અનેક પ્રકારનાં ધર્મમતો અને દર્શનો [25] પ્રવર્તે છે અને તે દરેક મોક્ષના વિવિધ ઉપાયો બતાવે છે, તેમાં કયો
ભૂમિકા ઉપાય યથાર્થ છે તેનો નિર્ણય તે કરી શકતો નથી.
વિચારવંત શિષ્ય અનેક ધર્મ, મત, પંથ, સંપ્રદાયનો અભ્યાસી છે. તેમનાં અભિપ્રાયો તથા વિવિધ મતમતાંતરોનો તેને ખ્યાલ છે. તેઓ દ્વારા ઉપદિષ્ટ મોક્ષના ઉપાયોમાં રહેલી ભિન્નતાથી તે મૂંઝાયો છે અને તેથી મોક્ષનો કોઈ અવિરોધ ઉપાય નથી એમ તેને ભાસે છે. પોતાની આ શંકાના સમર્થનમાં ત્રીજી દલીલ રજૂ કરતાં તે કહે છે –
કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; | ગાથા
એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ.” (૯૪) બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો અર્થ
નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમકે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. (૯૪)
જગતમાં જાતિ-વેષ અંગે અનેક મતમતાંતર પ્રવર્તે છે, તેથી કઈ જાતિથી ભાવાર્થ
૧૨] મોક્ષ પમાય છે અને કયા વેષથી મોક્ષ પમાય છે એનો નિશ્ચય થવો અત્યંત વિકટ છે. બાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર જાતિમાંથી કોઈ માત્ર બાહ્મણને મોક્ષ યોગ્ય માને છે, તો કોઈ ચારે જાતિને મોક્ષ યોગ્ય માને છે, તો કોઈ શૂદ્રને મોક્ષ માટે સર્વથા અનધિકારી માને છે. અહીં જાતિનો અર્થ પુરુષ, સ્ત્રી અને નપુંસક પણ કરી શકાય, કારણ કે કોઈ સ્ત્રી તથા નપુંસકનો મોક્ષ નથી સ્વીકારતા, અર્થાત્ પુરુષને જ મોક્ષ યોગ્ય માને છે. જેમ મોક્ષ યોગ્ય જાતિ માટે અનેક મતભેદ છે, તેમ વેષ માટે પણ અનેક મતભેદ પ્રવર્તે છે. કોઈ સાધુ વેષ વિના ગૃહસ્થવેષમાં પણ મોક્ષ સ્વીકારે છે, તો કોઈ સાધુવેષ વિના મોક્ષને ત્રણે કાળ અસંભવિત ગણે છે. વળી, સાધુના વેષ વિષે પણ અનેક મતભેદ પ્રવર્તી રહ્યા છે. કોઈ ભગવાં કપડાં, તો કોઈ લાલ કપડાં, તો કોઈ ધોળાં કપડાં, તો કોઈ નગ્નતારૂપ બાહ્ય લિંગ દ્વારા મોક્ષને સ્વીકારે છે. પોતે પ્રતિપાદિત કરેલી અથવા સ્વીકૃત કરેલી ધર્મક્રિયા કરતા હોય તથા પોતાને માન્ય બાહ્ય લિંગ ધરાવતા હોય તે જ મોક્ષના અધિકારી છે એમ તેઓ માનતા હોય છે. તેઓ અન્ય વેષ ધારણ કરનાર ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org