Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૬૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
જીવોની અને તેમની ધાર્મિક ક્રિયાઓની ઠેકડી ઉડાવે છે અથવા તો ધૃણાની નજરથી જુએ છે.
આમ, ભિન્ન ભિન્ન મત, પંથ અને સંપ્રદાયો મોક્ષનો ઉપાય ભિન્ન ભિન્ન પ્રકારે બતાવે છે. જો મોક્ષનો ઉપાય કદાપિ હોય તો બધાએ તેને એકરૂપે જ બતાવવો જોઈએ, પરંતુ જાતિ-વેષ સંબંધી સૌ ભિન્ન ભિન વાત કરે છે અને પોતપોતાના અભિપ્રાયને જ સાચા ઠેરવવા મથે છે. પરસ્પર વિરોધી વાતોથી શિષ્ય મૂંઝાઈ ગયો છે અને તેથી મોક્ષનો કોઈ અવિરોધ ઉપાય છે જ નહીં એમ તેને લાગે છે.
ભારતમાં પુરાણકાળથી જાતિભેદની વ્યવસ્થા ચાલી આવે છે. જીર્ણ અને વિશેષાર્થ
કa] આથમતી ગણવ્યવસ્થાના અસ્તકાળે ચતુર્વર્ણ વ્યવસ્થાનો ઉદય થયો હતો. પહેલાં તો યજ્ઞના મંત્ર-તંત્રની અનેક જટિલ વિધિ કરનારા અને લડાઈમાં નેતૃત્વ કરનારા એવા સમાજના બે સ્પષ્ટ વિભાગ સાકાર થવા લાગ્યા. આ બે વર્ગ હતા બાહ્મણ અને ક્ષત્રિય. તેની સાથે પશુપાલન અને ખેતી કરનારા સમાજનો એક વિભાગ પણ ઉદ્ભવ્યો. એ વર્ગ હતો વૈશ્યનો. આર્યોએ જે સ્થાનિક લોકોને પોતાના વર્ચસ્વમાં લીધા, તે સ્થાનિક લોકો ઉપર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવાની ફરજ પાડવામાં આવી. તેવા લોકો શૂદ્ર તરીકે ઓળખાયા અને આર્યસંસ્કૃતિનું તેઓ એક અંગ બની ગયા. કેટલીક સદીઓ વીતતાં, વેપારની વૃદ્ધિ થતાં વૈશ્ય લોકો ફક્ત વેપાર કરવા લાગ્યા, તેથી શૂદ્રોને સેવા કરવાની સાથે ખેતીનું અને પશુપાલનનું કામ પણ સોંપાયું. આમ, ચતુર્વર્ણ વ્યવસ્થા નિર્માઈ.
ગણસમાજમાંથી ચતુર્વર્ણ વ્યવસ્થાનું નિર્માણ થયું એ મૂળ તો એક વર્ગીય ઘટના હતી. બાહ્મણ ધર્મના, ક્ષત્રિય રાજસત્તાના અને વૈશ્ય ધન-સંપત્તિના ઇજારદાર હતા. શૂદ્રો મહેનત-મજૂરી કરનારા હતા. વ્યવસ્થિત સામાજિક જીવનપ્રણાલી અર્થે આ વિભાજન થયું હતું, પણ કાળના પરિવર્તન સાથે ધીરે ધીરે તે મૂલ્યો ઘસાતાં ગયાં. વર્ગીય સમાજમાં વિષમતા અને પરસ્પર વેરભાવના વધતી ગઈ. આરામપ્રિય શોષક વર્ગ તથા અન્યાય અને કષ્ટ ભોગવનારા શોષિત વર્ગ વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ. ચાતુર્વર્યના પ્રસ્થાપકોનો મૂળ ઉદ્દેશ તો શ્રમનું એક આદર્શ વિભાજન કરવાનો હતો, પરંતુ તેના મૂળભૂત સિદ્ધાંતો વીસરાઈ જતાં તેમાં વિકૃતિ પ્રવેશી ગઈ.
પ્રાચીન ભારતમાં સામાજિક તથા આર્થિક પરિવર્તનથી જે વિશિષ્ટ સ્વરૂપ ઉદ્ભવ્યું, તેની અસર ધાર્મિક ક્ષેત્રમાં પણ જોવા મળે છે. સરળતાથી વ્યવસ્થિત જીવન જીવી શકાય તે માટે ચતુર્વર્ણ વ્યવસ્થા થઈ હતી, પરંતુ મળેલ મોટાઈને પચાવવાની તાકાત ન રહી અને પરસ્પર સંઘર્ષ શરૂ થયો. બ્રાહ્મણો માટે હળ ચલાવવું કે કારીગરીનું કામ કરવું એ પ્રતિબંધિત ગણાયું અને બીજી બાજુ શૂદ્રો માટે જ્ઞાન મેળવવું પ્રતિબંધિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org