Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૪
૧૬૩
ગણાયું. વેદનું અધ્યયન તો દૂર રહ્યું, વેદનું પઠન પણ તેઓ સાંભળે તો એ ગુના માટે તેમને દેહાંતદંડ સુધીની સજા આપવામાં આવતી. શાંકરભાષ્યના “અપશૂદ્રાદિ' અધિકરણમાં તો ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે જો શૂદ્ર વેદ સાંભળે તો તેના કાનમાં ઉકાળેલું સીસું રેડવું, બોલે તો જીભ કાપવી અને વેદ ધારણ કરે તો હૃદય તોડી નાખવું, કારણ કે શૂદ્ર તો સાક્ષાત્ સ્મશાન જ છે. શૂદ્રો માટે વેદાભ્યાસ એ પાપકાર્ય ગણાવા લાગ્યું. શૂદ્રો માટે પુણ્યસંચય કરવાનો એક જ માર્ગ હતો - કશા પણ વિરોધ વિના ચૂપચાપ ઉચ્ચ વર્ણોની સેવા કરવી. એ પુણ્યસંચયથી આવતા જનમમાં ચાતુર્વણ્યની સીડી ચડીને ઉપર જવાય. એવાં અનેક પગથિયાં ચડતાં ચડતાં આખરે મોક્ષપ્રાપ્તિ થાય. તે વખતના ધર્માચાર્યો વડે આવા પ્રકારની માન્યતાઓનો પ્રચાર કરવામાં આવતો હતો. તે વખતમાં રચાયેલાં શાસ્ત્રો પણ આ જ વાતની પુષ્ટિ કરતાં હતાં આના પરિણામે કટ્ટર બ્રાહ્મણવાદ ઉત્પન્ન થયો. બાહ્મણવાદનો ક્રૂર પંજો બાકીની પ્રજાનું શોષણ કરતો રહ્યો. બધા જ ધાર્મિક અધિકારો એકમાત્ર બાહ્મણો પૂરતા જ સીમિત બનાવી દેવાયા. શૂદ્રો પ્રત્યે અસહ્ય ઉપેક્ષા તથા તિરસ્કાર ઊભા કરવામાં આવ્યાં. શૂદ્રો અને સ્ત્રીઓને હડધૂત કરવામાં આવ્યાં.
આમ, બાહ્મણો પોતાને મોક્ષના અધિકારી માનવા લાગ્યા અને અન્ય જાતિને મોક્ષ નથી એવી માન્યતાનું પ્રચલન થવા લાગ્યું. વળી, ક્ષત્રિયો પોતાને શૂરવીર અને ધર્મરક્ષા કરવામાં સમર્થ માનીને પોતાને મોક્ષમાર્ગના સાચા અધિકારી માનવા લાગ્યા અને વૈશ્યાદિ જાતિનો મોક્ષ નથી એમ કહેવા લાગ્યા. આગળ કહ્યું તેમ શૂદ્રને મોક્ષનો અધિકારી તો ગણવામાં ન આવ્યો, પરંતુ શાસ્ત્રશ્રવણનો હક પણ આપવામાં ન આવ્યો. વળી, કોઈ મત સ્ત્રીનો મોક્ષ નથી એમ પ્રતિપાદન કરવા લાગ્યા, જ્યારે અન્ય મત સ્ત્રીના મોક્ષનો સ્વીકાર કરવા લાગ્યા. આમ, જાતિને પ્રધાનતા અપાતાં ભિન્ન ભિન્ન ધર્મમતો ભિન્ન ભિન્ન મોક્ષમાર્ગ બતાવવા લાગ્યા. આથી શિષ્યના મનમાં પ્રશ્ન થયો છે કે કઈ જાતિમાં જન્મ લેવાથી મોક્ષ મળે?
વળી, વેષના સંબંધમાં પણ એવો જ કદાહ જોવામાં આવે છે. કેટલાક ધર્મમતો ગૃહસ્થવેષ તથા મુનિવેષ બન્ને દ્વારા મોક્ષ સંભવિત માને છે, તો કેટલાક ધર્મમતો માત્ર મુનિવેષે જ મોક્ષ છે એમ જણાવે છે. તેમના અભિપ્રાય મુજબ રાગાદિના ત્યાગ વિના મોક્ષ સંભવે નહીં અને બાહ્ય પરિગ્રહ તે અંતરંગ રાગાદિ પરિગ્રહનું ઘોતક છે. તેથી સંસારની પ્રવૃત્તિનો ત્યાગ કરી, સાધુવેષ ગ્રહણ કરે નહીં ત્યાં સુધી મુક્તિ થઈ શકે નહીં. વળી, સાધુવેષે મોક્ષ માનનારાઓમાં પણ અનેક ભેદ પ્રવર્તે છે. જુદા જુદા રંગનાં કપડાંઓ, જાતજાતનાં ઉપકરણો, વિવિધ ક્રિયાકાંડો વગેરેનો તેઓ આગ્રહ રાખે છે. પોતે માનેલ બાહ્ય લિંગ સિવાય અન્ય વેષે મુક્તિ નથી એમ તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org