Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પહોંચાડે તો ત્યાંથી પાછું ફરવું ભારે જ પડે. માટે હવે કયા માર્ગને ગ્રહણ કરવો? સાચા અને ખોટા માર્ગનો વિવેક કેમ કરવો? અને જો એ વિવેક ન થતો હોય તો પછી કયા માર્ગને આરાધવો.”
અનેક મત-દર્શનો મોક્ષનો ભિન્ન ભિન્ન ઉપાય બતાવે છે, જેમાં કેટલાંક તો પરસ્પર વિરોધી પણ છે. તે સર્વની તુલના કરી અમુક મત, પંથ કે સંપ્રદાય સાચો છે અથવા અમુક ક્રિયાકાંડ કે સાધનાપદ્ધતિ સાચી છે એવો નિર્ધાર સામાન્ય જીવથી થવો દુષ્કર છે, કારણ કે તે તુલના કરવાની ક્ષયોપશમશક્તિ અને વિવેકશક્તિ સર્વ જીવમાં હોતી નથી. અહીં શિષ્ય એકરાર કરે છે કે તેનામાં યથાર્થ વિવેક કરવાની શક્તિ પ્રગટી નથી. એક બાજુ ભિન્ન ભિન્ન મત-દર્શનોનો અભ્યાસ છે અને બીજી બાજુ વિવેકશક્તિનો અભાવ છે. અનેક મત-દર્શનના ભિન્ન ભિન્ન અભિપ્રાયોથી થતી મૂંઝવણ દૂર કરીને મોક્ષના અવિરોધ માર્ગનો નિર્ણય તે કરી શકતો નથી.
શિષ્યમાં વિવેકશક્તિ પ્રગટી નથી, છતાં પણ તે સત્ય સ્વરૂપનો ખોજક છે અને મોક્ષપ્રાપ્તિનો અદમ્ય ઉત્સાહી છે. પૂર્વોક્ત પાંચ પદનું યથાર્થ સમાધાન તેને શ્રીગુરુ પાસેથી પ્રાપ્ત થયું છે, તેથી સત્ના જાણકાર અને ઉપાસક એવા આત્માનુભવી શ્રીગુરુ પાસેથી મોક્ષનો અવિરોધ, અચૂક, યથાતથ્ય માર્ગ સમજવાની તે અભિલાષા રાખે છે; પોતાની મૂંઝવણ રજૂ કરી, સમાધાનની વિનંતી કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘અથવા મત દર્શન ઘણાં, ભિન્ન ભિન્ન કહે ધર્મ; તેમાં પણ નાસ્તિક કહે, ધર્મ બધાએ ભર્મ. જે તે ધર્મના સ્થાપકો, કહે ઉપાય અનેક; જુદા જુદા પંથની, જુદી જુદી ટેક. ભિન્ન ભિન્ન કાને સુણી, મૂંઝવણનો નહીં પાર; તેમાં મત સાચો કયો, જેમ કરું નિરધાર. એક કહે જ્ઞાન જ વડું, એક ક્રિયાની ટેક; રાખો એમાં સત્ય શું? બને ન એહ વિવેક. ૨
૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું', ભાગ-૨, પૃ.૧૮૨ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૬૯-૩૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org