________________
ગાથા-૯૩
૧૫૩
યોગ દર્શન અનુસાર સર્વ ચિત્તવૃત્તિનો નિરોધ થતાં ભોગ સમાપ્ત થઈ જાય છે અને મોક્ષરૂપ પુરુષાર્થ સિદ્ધ થાય છે. તેના મત મુજબ મોક્ષપ્રાપ્તિ માટે યોગનાં આઠ અંગનું પાલન થવું જોઈએ. તે આઠ અંગ છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ આઠ અંગનું પાલન થતાં શરીર અને મન અંકુશમાં આવે છે અને ચિત્તની એકાગ્રતા વધતાં નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થાય છે.
પૂર્વ મીમાંસા દર્શન અનુસાર વેદવાક્યો મુજબ યજ્ઞ તથા ક્રિયાકાંડ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેના મત મુજબ મોક્ષપ્રાપ્તિનું પ્રધાન કારણ કર્મ છે. વૈદિક કર્મકાંડ એ જ ધર્મ છે. વેદના આદેશો પ્રમાણે જીવવું એ જ ઉત્તમ જીવન છે. આમ, તેના મત પ્રમાણે ભવબંધનથી છૂટવા અને મોક્ષ પ્રાપ્ત કરવા મનુષ્ય નિષ્કામ ભાવે વેદવિહિત કર્મો કરવાં જોઈએ.
ઉત્તર મીમાંસા દર્શન, અર્થાત્ વેદાંત દર્શનમાં અનેક શાખાઓનો જન્મ થયો છે. બહ્મ, જીવ, જગત, મુક્તિ, મુક્તિના ઉપાય વગેરે વિષયોમાં આચાર્યોએ “વેદાંતસૂત્ર'ના આધારે જે વ્યાખ્યા કરી તેમાં ઐક્યમતતા નથી. “વેદાંતસૂત્ર'ના તાત્પર્યાર્થને દર્શાવનાર આચાર્યો એક એક સંપ્રદાયના પ્રવર્તક બની ગયા. આવા આચાર્યોમાં શ્રી શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય, શ્રી મધ્વાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય તથા શ્રી નિબાર્કાચાર્ય મુખ્ય આચાર્યો તરીકે ગણાવી શકાય. મુક્તિના ઉપાય સંબંધી તેમનો મત સંક્ષેપમાં જોઈએ.
શ્રી શંકરાચાર્યના મત અનુસાર આત્મા અને બહ્મના અભેદનો સાક્ષાત્કાર થવો એ જ મોક્ષ છે. તેમના મત પ્રમાણે ભક્તિ અને કર્મથી ચિત્તશુદ્ધિ થાય છે, પણ મોક્ષ મેળવવાનું સાક્ષાત્ સાધન તો જ્ઞાન જ છે. ચાર મહાવાક્યનાં શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી અવિદ્યાનો નાશ થતાં બહ્મઐક્ય સધાય છે.
શ્રી રામાનુજાચાર્યના મત અનુસાર મોક્ષનું એકમાત્ર સાધન ભક્તિ છે. ભક્તિના કારણે જ પ્રભુની કૃપાના પાત્ર બની શકાય છે. પ્રપત્તિ (ઈશ્વરચરણમાં જાતનું સંપૂર્ણ નિવેદન) સિવાય બીજો કોઈ માર્ગ નથી. કર્મ અને જ્ઞાનનું પ્રયોજન પણ ભક્તિ જ છે. આ મતને અનુસરનારા લક્ષ્મી અને વિષ્ણુનું પૂજન કરે છે. કપાળમાં ઊર્ધ્વ મુંઝ કરે છે અને વચ્ચે કંકુની ઊભી લીટી કરે છે.
શ્રી મદ્ગાચાર્યના મત અનુસાર મોક્ષની પ્રાપ્તિ વિષ્ણુના પ્રસાદથી થાય છે. તેઓ એકમ, નામકરણ અને ભજન એ ત્રણ પ્રકારની સેવા બતાવે છે. શરીર ઉપર નારાયણનાં આયુધો આંકવા તે પ્રથમ સેવા, પુત્રનું પ્રભુનામસ્મરણાર્થે કેશવાદિ નામ પાડવું તે દ્વિતીય સેવા અને શરીર વડે દાનાદિ કરવા, વાણીથી સત્ય બોલવું, મન વડે ભજનભક્તિની સ્પૃહા રાખવી એ તૃતીય સેવા છે. આ પ્રમાણે વિષ્ણુની ભક્તિથી મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org