________________
ગાથા – ૯૩
અર્થ
ગાથા ૯૨માં શિષ્ય કહ્યું કે જો કદી મોક્ષ અવસ્થા પ્રાપ્ત થઈ શકતી હોય [21 તોપણ તેનો કોઈ અવિરોધ ઉપાય જણાતો નથી, કેમ કે અનંત કાળનાં
ભૂમિકા કર્મો આવા અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહથી કઈ રીતે છેદી શકાય?
આમ, મોક્ષનો કોઈ અવિરોધ ઉપાય, અર્થાત્ અચૂક કાર્ય કરે એવો યથાતથ્ય ઉપાય નથી એવી પોતાની શંકાના સમર્થનમાં શિષ્ય પોતાની દલીલ રજૂ કરી. તે જ શંકાના સમર્થનમાં બીજી દલીલ રજૂ કરતાં તે કહે છે –
“અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; ગાથા
તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક.” (૯૩) a અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તોપણ
મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાત કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. (૯૩)
- સર્વને માન્ય થાય એવા મોક્ષના ઉપાય સંબંધી નિર્ણય કરવામાં નડતી ભાવાર્થ
| મુશ્કેલી દર્શાવતાં શિષ્ય કહે છે કે પૂર્વે બાંધેલાં અનંત કર્મોને તોડવા માટે આ મનુષ્યભવની જિંદગી ટૂંકી પડે, અર્થાત્ આટલા અલ્પ આયુષ્યકાળમાં તે ન તોડી શકાય - આ દલીલને ધારો કે જતી કરીએ તોપણ મોક્ષના ઉપાય વિષેની પ્રરૂપણામાં ભિન્નતા હોવાથી કયો માર્ગ સાચો અને કલ્યાણકારી છે તેનો નિર્ણય થવો અત્યંત મુશ્કેલ છે.
આ જગતમાં ભિન્ન ભિન્ન દર્શનો પ્રવર્તે છે અને તે દર્શનો આત્મતત્ત્વ, મોક્ષ વગેરેનાં સ્વરૂપ માટે જુદા જુદા અભિપ્રાય ધરાવે છે. તેથી મોક્ષના ઉપાય વિષે તેમની માન્યતા જુદી જુદી હોય એ સ્વાભાવિક છે. મોક્ષના ઉપાય સંબંધી જુદા જુદા અભિપ્રાયોથી શિષ્યની મતિ મૂંઝાઈ ગઈ છે. કોઈ દર્શન અમુક ઉપાયથી મોક્ષ બતાવે છે, જ્યારે બીજું દર્શન અન્ય ઉપાયથી મોક્ષ બતાવે છે, તેથી મોક્ષનો અવિરોધ ઉપાય કયો છે તેનો નિર્ણય તે કરી શકતો નથી. મોક્ષના યથાર્થ ઉપાયનો નિર્ણય કરવાની વિવેકશક્તિનો પોતાનામાં અભાવ છે એનો એકરાર કરી, સુશિષ્ય શ્રીગુરુ પાસે મોક્ષનો અવિરોધ ઉપાય સમજવાની અભિલાષા સેવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org