Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૯૨
“મોક્ષપદ સંબંધી શ્રીગુરુ દ્વારા થયેલા સમાધાન ઉપર વિચાર કરતાં શિષ્યના [22] અંતરમાં તે પરત્વે કોઈ શંકા રહેતી નથી અને તેને મોક્ષપદની દઢ પ્રતીતિ
ભૂમિકા થાય છે. મોક્ષપદનો યથાર્થ નિર્ણય થયા પછી તેના અંતરમાં મોક્ષને પ્રાપ્ત કરવાનો ઉપાય સમજવાની ભાવના જાગે છે.
મોક્ષના સ્વરૂપ વિષેની યથાર્થ સમજણથી તથા મોક્ષની પ્રાપ્તિથી થતા લાભની સમજણથી જીવને મોક્ષ મેળવવાની ઇચ્છા પ્રગટે છે. મોક્ષ મેળવવાની ઇચ્છાથી તેના ઉપાયને જાણવાની ઇચ્છા થાય છે. જેને મોક્ષની યથાર્થ સમજણ ન હોય તેને મોક્ષ મેળવવાની ઇચ્છા ન થવાથી મોક્ષમાર્ગને જાણવાની ઇચ્છા પણ થતી નથી. જો જીવ મોક્ષને સમજે તો તેની પ્રાપ્તિ માટે તે ઉદ્યમ કરવા પ્રેરાય. શિષ્યને મોક્ષનો સ્વીકાર થયો હોવાથી મોક્ષને પ્રાપ્ત કરવાનો ઉપાય જાણવાની તેને તીવ્ર જિજ્ઞાસા થઈ છે. શિષ્ય આત્માર્થી છે, છૂટવાનો અભિલાષી છે, વિકટી કરવાની ભાવનાવાળો છે. વિવિધ ગતિઓમાં ધરેલા અનંત ભવોમાં સહન કરવા પડેલાં અનંત દુઃખોથી હવે તેને નિવર્તવું છે અને સંસારરૂપી સમુદ્રથી પાર પામી અનંત સ્વાધીન સુખમય મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તેથી તે તીવ્ર જિજ્ઞાસા અને અદમ્ય ઉત્સાહ સહિત મોક્ષપ્રાપ્તિની યથાર્થ વિધિ સમજવા માગે છે.
સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ એવાં આત્માનાં છે પદોમાંનું અંતિમ પદ છે - “મોક્ષનો ઉપાય છે', અર્થાત્ મોક્ષમાર્ગની સિદ્ધિ. આ પદ માટે શ્રીમદે ૨૭ ગાથાઓ(૯૨-૧૧૮)ની રચના કરી છે. તેમાં પહેલી પાંચ ગાથાઓ(૯૨-૯૬)માં વિનીત શિષ્ય મોક્ષના ઉપાયરૂપ છઠ્ઠા પદ વિષે પોતાની શંકાઓ રજૂ કરે છે. મોક્ષના ઉપાયનો નિષેધ કરનારા અનુપાયવાદીઓની પ્રચલિત દલીલો શિષ્યના મુખે જિજ્ઞાસારૂપે મૂકી છે અને તે પછી શ્રીગુરુના મુખે તે શંકાનું સમાધાન ૨૨ ગાથાઓ (૯૭-૧૧૮) સુધીમાં આપ્યું છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી, આત્માનું શ્રેય થાય તે માટે મોક્ષનો ઉપાય સિદ્ધ કરી આપ્યો છે. મોક્ષના ઉપાય વિષે પોતાની મૂંઝવણ રજૂ કરતાં શિષ્ય કહે છે –
“હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; ગાથા |
કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?' (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org