Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મોક્ષે ગયા. આ કષ્ટોના પ્રકાર, સમયાવધિ વગેરેમાં ફરક હોવા છતાં તેમના મોક્ષમાં કોઈ ફરક નથી. વળી, કેટલાક જીવો ક્રિયાકષ્ટ કરીને ઘણા કાળના પ્રયાસે મોક્ષે જાય છે, જ્યારે કેટલાક જીવો અલ્પ કાળમાં જાય છે. જેમ કે શ્રી મહાવીરસ્વામીને સાડાબાર વર્ષ લાગ્યાં અને શ્રી મલ્લિનાથ ભગવાનને એક અહોરાત્રિ. માટે ક્રિયાકષ્ટને મોક્ષના ઉપાય તરીકે માનવું યોગ્ય નથી. જે જીવની જેવી ભવિતવ્યતા હોય તે પ્રમાણે તેને મોક્ષપ્રાપ્તિ થાય છે. આમ, કષ્ટ વિના મુક્તિ, અલ્પ કષ્ટ મુક્તિ, ઘણાં કષ્ટો પછી મુક્તિ વગેરે વિવિધતા અને વિચિત્રતા પુરવાર કરે છે કે મોક્ષ જ્યારે અને કેવી રીતે સર્જાયો હશે ત્યારે અને તેવી રીતે જ મળશે. (૪) મોક્ષના ઉપાયના નિષેધના સમર્થનમાં દલીલ કરતાં કેટલાક એમ પણ કહે છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ પ્રતિભાસ્યું છે તે પ્રમાણે નિયમથી તેમ જ થાય છે, તેમાં કાંઈ હીનાધિક થતું નથી. જે જીવને, જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી; જન્મ-મરણ, સુખ-દુઃખ, મોક્ષ આદિ થવું સર્વજ્ઞદેવે જાણ્યું છે, એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને જે પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રાણીને, તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધાનથી નિયમથી થાય છે; તેને ઇન્દ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ અટકાવી શકતા નથી. અનુપાયવાદીઓ કહે છે કે કેવળજ્ઞાનીએ જેવું જોયું હોય તેવું થાય', અર્થાત્ કેવળજ્ઞાનીએ જે જીવના જેટલા ભવ જોયા હોય તેમાં કોઈ હાનિ-વૃદ્ધિ થતી નથી. કેવળજ્ઞાનીએ જેટલા ભવ જોયા છે તે ભવોમાં ભોગવિલાસાદિ પાપક્રિયાઓ કરવાથી અધિક ભવ થતા નથી અને તપાદિ ધર્મક્રિયાઓ કરવાથી ઓછા ભવ થતા નથી, તેથી તપ-ત્યાગાદિ કરવાં વ્યર્થ છે. જેઓ તપાદિને મોક્ષના ઉપાય સમજીને કરશે તેને અને જેઓ તપાદિ નહીં કરે તેને પણ જ્ઞાનીએ જેટલા ભવો જોયા હશે તેટલા જ થવાના છે, ઓછાવત્તા નહીં. આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીએ નિયબત્રીસી'માં આ દલીલ રજૂ કરતાં કહ્યું છે કે કોના કેટલા ભવ છે એ અંગેનું કેવળીઓનું જ્ઞાન જો યથાર્થ હોય તો તપાદિ કરી કષ્ટ કરવું વ્યર્થ છે, કારણ કે એ કર્યા પછી પણ ભવ તો એટલા જ રહેવાના છે. જો એમ કહેવામાં આવે કે મોક્ષના ઉપાયભૂત ધર્મક્રિયાઓ કરવામાં આવે તો જ્ઞાનીએ જોયેલા ભવમાં ઘટાડો થાય છે, અર્થાત્ ઓછા ભાવોમાં મુક્તિ થાય છે; તો તો કેવળીના જ્ઞાનમાં અયથાર્થતા આવે અને મોક્ષના ઉપાયનો નિષેધ કરનાર યથાર્થ ઠરે, કેમ કે તપાદિને મોક્ષના ઉપાય તરીકે સિદ્ધ કરવા જે પ્રયત્ન થાય છે તે પણ કેવળીના જ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારીને જ થાય છે અને તે જ્ઞાન તો મૂળથી જ ઉપર્યુક્ત ન્યાય વડે અપ્રમાણ ઠરી જાય છે. આ રીતે અનુપાયવાદીઓ કેવળજ્ઞાનીએ જે સમયે મારો મોક્ષ થશે એમ જાણ્યું છે તે સમયે જ મારો મોક્ષ થશે' એમ તર્ક કરીને ૧- જુઓ : આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘ાત્રિશત્ કાત્રિશિકા', ષોડશી નિયતવાત્રિશિકા,
પૃ.૩૯૭-૪૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org