________________
૧૪૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
મોક્ષપદ કદાપિ હોય તોપણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય અર્થ છે
એ પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમકે અનંત કાળનાં કર્યો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય? (૯૨)
કદાપિ આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થારૂપ મોક્ષ થતો હોય તો પણ તે મોક્ષLજાલાપદની પ્રાપ્તિ માટેનો કોઈ અવિરોધ ઉપાય, અર્થાત્ કોઈનો તર્ક એને
ભાવાર્થ ઉથલાવી ન શકે, સર્વને માન્ય હોય એવો યથાતથ્ય ઉપાય જણાતો નથી. જો ઉપાય ન હોય તો અનાદિનાં કર્મો કઈ રીતે છેદી શકાય?
જીવ નિરંતર કર્મ બાંધે છે. પ્રતિસમયે બંધાતાં કર્મોના ઢગલેઢગલા થયેલા છે. અનંત કાળથી બાંધેલાં અનંત કર્મો અલ્પ આયુષ્યવાળા મનુષ્યભવમાં કઈ રીતે ટાળી શકાય એ વિષે શિષ્યને શંકા રહે છે. તેથી મોક્ષનો સ્વીકાર થયો હોવા છતાં, સર્વ કર્મો અલ્પ કાળમાં ક્ષય થાય એવા અચૂક ઉપાય વિષે તે અજાણ હોવાથી, પોતાની મૂંઝવણ રજૂ કરી તે શ્રીગુરુ પાસે સમાધાનની યાચના કરે છે.
2 મોક્ષપદને માનનારા કેટલાક લોકો મોક્ષના ઉપાયને નથી માનતા. તેઓ વિશેષાર્થ :
મોક્ષનો તો સ્વીકાર કરે છે, પરંતુ મોક્ષના ઉપાયનો નિષેધ કરે છે. તે અનુપાયવાદીઓનું એવું મંતવ્ય છે કે ઉપાય વિના જ મોક્ષ પ્રાપ્ત થાય છે, કશા પણ હેતુ વિના અકસ્માત મોક્ષ થઈ જાય છે, તેથી મોક્ષપ્રાપ્તિ માટે કોઈ બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ કરવાની આવશ્યકતા નથી. આચરી શકાય તેવો મોક્ષનો કોઈ ઉપાય છે એવું તેઓ માનતા નથી. મોક્ષના ઉપાયનું ખંડન કરવા તેઓ વિવિધ દલીલો રજૂ કરે છે. તેમાંની મુખ્ય દલીલો આ પ્રમાણે છે – (૧) કોઈ કહે છે કે મોક્ષ માત્ર નિયતિથી જ સાધ્ય છે. જ્યારે મોક્ષ થવાનો હશે ત્યારે જ થશે, એ પહેલાં લાખ ઉપાયો કરવાથી પણ નહીં થાય. ‘નિયતિ' એટલે નિશ્ચિત સમય. જે દ્રવ્યમાં જ્યારે, જે સમયે, જે પ્રકારે કાર્ય થવાનું હોય છે; તે દ્રવ્યમાં ત્યારે, તે સમયે, તે પ્રકારે કાર્ય નિશ્ચિતરૂપથી થાય જ છે. નિયતિવાદી નિયતિ સિવાય બીજા કશાને કારણ ન માનતાં પોતાના પક્ષની પુષ્ટિ માટે કહે છે કે જે થવાનું હોય તે થાય છે; ન થવાનું થતું નથી અને થવાનું અન્યથા થતું નથી. બધું માત્ર નિયતિને આભારી છે. ગમે તેટલા પ્રયત્ન કરીએ તોપણ જે બનવાનું હોય તે જ અને જ્યારે બનવાનું હોય ત્યારે જ બને છે, તેથી મોક્ષ પણ થવાનો હશે ત્યારે જ થશે. મોક્ષ થવામાં નિશ્ચિત કાળની મર્યાદા છે. તે કાળની મર્યાદા પૂર્ણ થતાં જ મોક્ષ થશે, તેથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે કોઈ બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન કરવાની જરૂર નથી. એવો કોઈ ઉપાય છે જ નહીં કે જે કરવાથી અવશ્ય મોક્ષ થાય. તેઓ ધર્માનુષ્ઠાનો કરનારાઓને કહે છે, ભલે ગમે તેટલાં તપ-ત્યાગ કરો, મોક્ષ તો જ્યારે સર્જાયો હશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org