________________
ગાથા-૯૧
૧૩૭ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી, એનો જ્ઞાનવ્યાપાર બંધ થઈ જાય છે, મુક્તાત્મામાં સુખનો અભાવ છે ઇત્યાદિ મિથ્યા માન્યતાઓનું નિરસન કર્યું છે. મોક્ષનો અભાવ, મોક્ષ, અવસ્થામાં જીવનો સર્વથા નાશ અને મુક્ત અવસ્થામાં સુખનો સર્વથા અભાવ; આ બધા અભાવો માનવા મિથ્યા છે એમ શ્રીમદે પ્રસ્તુત ગાથામાં દેહાદિ સંયોગોના આત્યંતિક વિયોગરૂપ મોક્ષ, મોક્ષમાં શુદ્ધ જીવની શાશ્વત સ્થિતિ અને મુક્તાત્માને નિરૂપમ અનંત સુખની પ્રાપ્તિની વાત દ્વારા સ્પષ્ટ કર્યું છે.
આ પ્રમાણે ન્યાય આદિ દર્શનો દ્વારા અભિમત મોક્ષનું સ્વરૂપ યુક્તિથી વિરુદ્ધ છે એમ બતાવી, જૈન દર્શન દ્વારા નિરૂપિત મોક્ષસ્વરૂપ યથાર્થ છે એમ બતાવ્યું, કારણ કે તેમાં કોઈ પ્રમાણથી વિરોધ આવતો નથી. આ વિષે શ્રીમદ્ લખે છે –
બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થકરદેવ છે.”
જૈનમત મોક્ષનું સ્વરૂપ બતાવતાં કહે છે કે દેહાદિનો આત્યંતિક વિયોગ તે મોક્ષ છે. સર્વ કર્મનો સર્વથા ક્ષય થાય છે ત્યારે જીવ સિદ્ધ થાય છે અને મોક્ષરૂપ શાશ્વત પદમાં પોતાનાં અનંત સહજાત્મસુખનો અનુભવ કરે છે. સિદ્ધદશામાં દેહાદિ સંયોગ અને સંસારનાં દુઃખોનો સદાને માટે અંત આવે છે અને આત્માનાં અનંત સુખનો સદાને માટે ભોગવટો થાય છે. અનાદિ-સાંતના ભાગે સંસારદુઃખનો ક્ષય થાય છે અને સાદિ-અનંતના ભાગે આત્મસુખ પ્રાપ્ત થાય છે. સિદ્ધદશા વિષે શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
આ સિદ્ધદશા એ જીવની છેલ્લામાં છેલ્લી પૂર્ણ શુદ્ધ, પવિત્ર અને મુક્ત અવસ્થા છે. આ સિદ્ધપદ, મોક્ષપદ શાશ્વત છે, અનંત છે અને ત્રણે કાળ ટકી રહે એવું છે અને એ દશામાં અનંત આત્માનંદ, અવ્યાબાધ અખંડસુખ ભોગવાય છે; આત્માનો પોતાનો અનંત, અક્ષય અને અવ્યાબાધ સુખગુણ, સહજાનંદ સ્વરૂપ, શુદ્ધ ભાવ પૂર્ણતાએ પ્રગટ્યો હોવાથી તેને ભોગવાય છે. અહીં પૂર્ણશુદ્ધ કૃતકૃત્ય દશા છે, એથી કાંઈ કરવાપણું રહેતું નથી અને કંઈ કરવાપણું બાકી રહેતું નહીં હોવાથી અખંડ નિરાકુળતા છે, નિર્વિકલ્પતા છે અને નિરાકુળતા તે જ સુખ છે. આથી સિદ્ધદશામાં નિરંતર દરેક ક્ષણે અનંત સુખનો ભોગવટો છે.”
આમ, પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ જણાવે છે કે સંસારની ઘટમાળમાં વિવિધ પ્રકારે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૪ (પત્રાંક-૩૨૨) ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત), ચોથી આવૃત્તિ, પૃ. ૨૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org