Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અત્રે કોઈ શંકા કરે કે પાપથી તો સ્પષ્ટપણે મોક્ષ થતો જ નથી, પરંતુ વ્રત, ત્યાગ, પૂજા, દાન, ભક્તિ, સત્સંગ આદિ શુભ ક્રિયાને પણ શા માટે સંસારનું કારણ કહેવામાં આવે છે? આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે - શુભ ભાવ અને શુભ કરણી એ જ ધર્મ છે અને તેનાથી જીવનો મોક્ષ થાય છે એમ માનવું તે અજ્ઞાન છે. શુદ્ધ ભાવ જ મોક્ષનું કારણ છે અને શુભ ભાવ બંધનું કારણ છે. શુદ્ધ ભાવથી નિર્જરા થાય છે, જ્યારે શુભ ભાવથી પુણ્યબંધ થાય છે, અર્થાત્ શુભ કર્મનો બંધ થાય છે અને તે સુગતિનું કારણ છે. શુભ કર્મ હોય તોપણ મોક્ષ થતો નથી. કર્મના ફળરૂપે મોક્ષ હોઈ શકે જ નહીં. આમ, પુણ્ય એ ધર્મ નથી, પણ બંધ હોવાથી અધર્મ છે. સંવરપૂર્વક નિર્જરા એ જ ધર્મ છે અને તેવી ધર્મકરણીથી મોક્ષ થાય છે. ૧
જ્યાં સુધી અભિપ્રાયમાં અંશમાત્ર શુભ રાગનું અવલંબન રહે ત્યાં સુધી સંસારવૃક્ષનું મૂળિયું એવું ને એવું મજબૂત રહે છે. જીવ પાપ છોડીને અજ્ઞાનપૂર્વક વ્રત, તપ, દયા, શીલ, પૂજા વગેરે શુભ ભાવો ભૂતકાળમાં અનંત વાર કરી ચૂક્યો છે, પણ તેનાથી તેના ભવભ્રમણનો અંત આવ્યો નથી. રાગના આશ્રયની બુદ્ધિ છૂટી ન હોવાથી તે સંસારમાં જ રખડ્યો છે. ક્ષણિક પુણ્યફળ માટે તેણે પોતાના મોક્ષને વેચી દીધો છે. ક્ષણિક પુણ્યની મીઠાશ માટે તેણે મોક્ષમાર્ગને છોડી દીધો છે અને સંસારમાર્ગને આદર્યો છે. રાગની મીઠાશ માટે તેણે નિજ ચિદાનંદતત્ત્વનો આશ્રય છોડી દીધો છે અને પરાધીન પુણ્યતત્ત્વનો આશ્રય રહ્યો છે. ભૂતકાળમાં અનેક વાર તેણે જ્યારે દીક્ષા લીધી હતી, ત્યારે તેણે શુદ્ધાત્માના અનુભવરૂપ સામાયિકની પ્રતિજ્ઞા કરી હતી; પણ તેણે તો મોક્ષના સાધનરૂપ સાચા સામાયિકને ઓળખું પણ ન હતું, રાગથી ભિન્ન ચૈતન્યની શ્રદ્ધા પણ કરી ન હતી અને શુભ રાગમાં જ તે અટકી ગયો હતો. ચિદાનંદસ્વભાવના અનુભવરૂપ સામાયિક એ જ મોક્ષનું કારણ છે એનો સ્વીકાર ન કરી, રાગના અનુભવને જ મોક્ષનું કારણ માની તેમાં તે અટકી ગયો હતો. અંતરમાં રાગ અને ચૈતન્યની ભિન્નતાનું જ્ઞાન કર્યું જ ન હતું, તેથી તે સ્થૂળ લક્ષ સહિત શુભ રાગમાં જ અટકી ગયો હતો. મોક્ષ તો એકમાત્ર ચૈતન્યસ્વભાવના અવલંબન વડે પમાય છે, પુણ્ય વડે નહીં. જે અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવનો આશ્રય કરે છે તેઓ જ મુક્તિ પામે છે. જ્ઞાનસ્વભાવનો આશ્રય કરી જ્ઞાયકપણે પરિણમવું તે જ મોક્ષનું કારણ છે. જ્ઞાનસ્વભાવનો આશ્રય કરી જ્ઞાયકરૂપે પરિણમવું તે જ ધર્મ છે.
આમ, વીતરાગસ્વભાવનો આશ્રય તે જ નિર્જરાનું કારણ છે અને તે જ ધર્મ ૧- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીત, કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૪૧૦
'पुण्णं पि जो समिच्छदि संसारो तेण ईहिदो होदि । पुण्णं सग्गइ-हेऊ पुण्णखयेणेव णिवाणं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org