Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૧
૯૯
તૂટી જાય છે. આયુષ્ય કર્મ પૂર્ણ થતાં બાકીના ત્રણે અઘાતી કર્મની સ્થિતિ પૂરી થાય છે અને સંપૂર્ણ કર્મરહિત, દેહરહિત સિદ્ધદશા પ્રાપ્ત થાય છે. ૧
સયોગી કેવળી ભગવંત જ્યારે વિશુદ્ધ ધ્યાનનો આશ્રય લઈને માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોને છોડે છે, મન-વચન-કાયાના યોગને રોકે છે ત્યારે તે આધ્યાત્મિક વિકાસની ઉચ્ચતમ અવસ્થાએ પહોંચે છે. આત્માની આ અવસ્થાને અયોગી કેવળી ગુણસ્થાન કહે છે. આયુષ્ય કર્મ અંત પામવાની તૈયારીમાં હોય ત્યારે સૂક્ષ્મ કાયયોગમાં રહેવાવાળા સયોગી કેવળી ભગવંત શુક્લધ્યાનના ત્રીજા ચરણમાં યોગનિરોધ કરી, ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં આવે છે. આયુષ્ય પૂર્ણ થવાને અલ્પ સમય બાકી રહે છે ત્યારે તેમને યોગના પ્રકંપથી રહિત એવું ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
પાંચ હ્રસ્વ સ્વર(અ, ઇ, ઉં, , લુ)નો ઉચ્ચાર કરવામાં જેટલો સમય લાગે, તેટલા સમય માટે શુક્લધ્યાનમાં તે અયોગી, અબંધ આત્મા સ્થિત થાય છે. ત્યાં સ્થિત થતાં શેષ રહેલાં વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કર્મો એકસાથે નાશ પામે છે. સર્વ કર્મના નાશની સાથે જ ઔદારિક, કાર્મણ, તૈજસ - એ ત્રણે શરીરથી કાયમ માટે ૧- કોઈ જીવ મોક્ષ જતાં પહેલાં કેવળી સમુદ્રઘાત કરે છે. ત્યારે તે જીવ આઠ સમય માટે સમસ્ત લોકાકાશમાં વિસ્તરી જાય છે. મૂળ શરીરને છોડ્યા વગર આત્મપ્રદેશોનું શરીરની બહાર નીકળવું તેને સમુદ્દઘાત કહે છે. સમુદ્દઘાત = સમ + ઉત્ + ઘાત = એકસાથે + પ્રબળતાથી + કર્મોનો ઘાત = બધી બાજએ અતિશય ઉગતાથી વેદનીય વગેરે કર્મોનો ઘાત. સમુદ્ધાતના સાત પ્રકાર છે. સયોગી કેવળીના આયુષ્ય કર્મની સ્થિતિ અલ્પ હોય અને બાકીનાં ત્રણ અઘાતી કર્મ - નામ, ગોત્ર અને વેદનીય કર્મની સ્થિતિ વધારે હોય ત્યારે તે કેવળી ભગવંત કેવળી સમુદ્યાત કરે છે. તે ભગવંતના આત્મપ્રદેશો સમસ્ત લોકમાં ફેલાતાં, આયુષ્ય કર્મની સ્થિતિ પ્રમાણ બાકીના ત્રણ કર્મો થાય તે રીતે તે ત્રણ કર્મોનો ઘાત થાય છે. ત્યારપછી આયુષ્ય કર્મ આદિ ચાર અઘાતી કર્મોની સ્થિતિ સમાન થઈ જાય છે. કેવળી સમુઘાતની ક્રિયા ચાર વિભાગમાં થાય છે - (૧) દંડ (૨) કપાટ (૩) પ્રત્તર (૪) લોકપૂરણ. કેવળી સમુદ્રઘાત વખતે આત્મપ્રદેશો ચૌદ ૨જૂપ્રમાણ એવા આખા લોકમાં ફેલાઈ જાય છે. (૧) દંડ - પ્રથમ આત્મપ્રદેશો ઊભા ફેલાય છે. (૨) કપાટ - આત્મપ્રદેશો પહોળા થઈ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર, નીચે એમ સર્વત્ર ફેલાય છે. (૩) પ્રત્તર - બાકીની દિશાઓમાં તિર્જી, અર્થાત્ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય દિશામાં આત્મપ્રદેશો ફેલાઈ જાય છે. (૪) લોકપૂરણ - લોકમાં જ્યાં જ્યાં ખાંચા-ખૂંચી હોય ત્યાં ફેલાય છે. પ્રથમ વાર વાતવલયના ક્ષેત્રમાં પણ તેમની પ્રવેશવિધિ થાય છે. કોઈ જગ્યા બાકી ન રહે તેમ ચૌદ રાજલોકમાં આત્મપ્રદેશો પૂરેપૂરા ફેલાઈ જાય છે. પછી પ્રદેશો પાછા ફરતાં પ્રથમ લોકપૂરણ સમુઘાત સંકેલાઈ જાય છે. પછી ક્રમાનુસાર પ્રત્તર, કપાટ, દંડ સમુદ્યાત સંકેલાઈ જઈ આત્મપ્રદેશો મૂળ શરીરમાં પ્રવેશ પામી જાય છે. આ સમુઘાતમાં આત્મપ્રદેશોનો ફેલાવો થતાં ચાર સમય અને પ્રદેશો પાછા ફરતાં બીજા ચાર સમય એમ કુલ આઠ સમય લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org