Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૧
ન થઈ શકે?૧
મુક્તાત્મા જે આકાશપ્રદેશમાં સ્થિત થયા હોય તે અને તેટલા જ આકાશપ્રદેશમાં અનંત કાળ સુધી સ્થિત રહે છે. અનંત કાળમાં ક્યારે પણ હાલતા-ચાલતા નથી. તેઓ અંશમાત્ર પણ અહીંથી ત્યાં હલન-ચલન આદિ કંઈ જ કરતા નથી, સ્થિર જ રહે છે. તેમને સર્વ ભાવનું જ્ઞાતાપણું, સ્વસ્વરૂપનું ભોક્તાપણું તથા શાશ્વતી સ્થિરતા પ્રાપ્ત થઈ હોય છે. આ પ્રમાણે મુક્ત જીવને લોકાંત ક્ષેત્રમાં શાશ્વત સ્થિતિ પ્રાપ્ત થાય છે.
૧૦૭
જે દર્શનોએ આત્માને વ્યાપક માન્યો છે, તે દર્શનોના મત મુજબ મુક્તિસ્થાનની કલ્પના અનાવશ્યક છે. મુક્ત આત્મા જ્યાં છે ત્યાં જ રહે છે, માત્ર તેમાં જે મલ હોય છે તે છૂટી જાય છે. તેને અન્યત્ર જવાની કોઈ જરૂર જ નથી. વળી, સર્વવ્યાપી હોવાથી ગમન કરીને જાય પણ ક્યાં? પરંતુ જૈન અને બૌદ્ધ દર્શન તથા જીવાત્માને અણુ માનનારાં ભક્તિમાર્ગી વેદાંત દર્શનોની સામે મુક્તિસ્થાનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. ભક્તિમાર્ગી વેદાંતીઓ વિષ્ણુ ભગવાનના વિષ્ણુલોકમાં, જે ઊર્ધ્વલોક છે ત્યાં મુક્ત જીવાત્માનું ગમન સ્વીકારે છે અને પરબ્રહ્મરૂપ ભગવાન વિષ્ણુનું સદાકાળ સાન્નિધ્ય મુક્તાત્માને રહે છે એમ તેઓ માને છે. બૌદ્ધોએ આ પ્રશ્નનું જુદી જ રીતે નિરાકરણ કર્યું છે. તેમના મત અનુસાર જીવ-પુદ્ગલ એ શાશ્વત દ્રવ્ય નથી, એટલે પુનર્જન્મ વખતે પણ તેમણે એક જીવનું અન્યત્ર ગમન નહીં, પણ એક સ્થાનમાં એક ચિત્તનો નિરોધ અને તેની અપેક્ષાએ અન્યત્ર નવા ચિત્તની ઉત્પત્તિ સ્વીકારી છે. એ સિદ્ધાંત અનુસાર મુક્ત ચિત્તનો નિરોધ થાય છે ત્યારે તે સદાકાળ માટે બુઝાઈ જાય છે, એટલે તેને કશે જવાનો કે રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જૈનમત પ્રમાણે ભૌગોલિક દૃષ્ટિએ મોક્ષનું સ્થાન લોકાગે, સિદ્ધશિલા ઉપર છે. મોક્ષ સમગ્ર લોકની ઉપરના સ્થાને છે. ઊર્ધ્વલોકના અગ્રભાગમાં મુક્તાત્માનું ગમન થાય છે અને સિદ્ધશિલાની ઉપર સદાને માટે સ્થિત થાય છે એમ તે માને છે.
Jain Education International
જૈન આગમોમાં અને જૈન ગ્રંથોમાં ઠેકઠેકાણે સિદ્ધસ્થાનના સ્વરૂપનું વર્ણન છે. નિર્વાણ થયા પછી જે સ્થાન આત્માને ઊર્ધ્વગમનથી પ્રાપ્ત થાય છે તેને જૈન શાસ્ત્રમાં સિદ્ધશિલાના નામથી સંબોધ્યું છે. જૈન શાસ્ત્રો અનુસાર જન્મ-મરણનો અંત કરનાર ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૮૬૦ 'परिमियदेसेऽणंता किध माता मुत्तिविरहितत्तातो ।
णेयम्मि व णाणाई दिट्टीओ वेगरूवम्मि ।।'
સરખાવો : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૧૪ની ટીકા 'एकदीपप्रकाशे नानादीपप्रकाशवदेकसिद्धक्षेत्रे सामर्थ्यमवगाहनगुणो भण्यते । '
सङ्करव्यतिकरदोषपरिहारेणानन्तसिद्धावकाशदान
For Private & Personal Use Only
www.jainelibrary.org