Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૦૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
આત્મા જે સ્થાનને પ્રાપ્ત થાય છે તે મોક્ષસ્થાન લોકોએ, લોકના સૌથી ઉપરના ભાગમાં આવેલું છે. લોકાગે આવેલું આ એક એવું ધ્રુવ સ્થાન છે કે જ્યાં શરીર, ઇન્દ્રિય, મન નથી; જન્મ, જરા, મરણ નથી; ભય, શોક નથી; પીડા, રોગ નથી; આધિ, વ્યાધિ, ઉપાધિ નથી; નિદ્રા, સ્વપ્ન નથી; આહાર, વિહાર, નિહાર નથી; ખાવું, પીવું નથી; ઓઢવું, પહેરવું નથી; હસવું, રમવું, ફરવું નથી; શત્રુ, મિત્ર નથી; રાજા, રંક નથી; શેઠ, નોકર નથી; ગુરુ, શિષ્ય નથી; શીખવું, શીખવવું નથી; માયા, મમતા નથી; ષ, ક્લેશ નથી, ધાંધલ, ધમાલ નથી; વાદ, વિવાદ નથી; વિચાર, પ્રચાર નથી; ન્યાય, અન્યાય નથી; અર્થ, અનર્થ નથી; દિવસ, રાત નથી; સૂર્ય, ચંદ્ર, તારા નથી; વીજ, વરસાદ નથી; અગ્નિ, પાણી નથી. મોક્ષ સ્થાન એક એવું સ્થળ છે કે
જ્યાં ન ઉદ્યાન હોય છે, ન ઝાડ હોય છે, ન ફળ હોય છે, ન ફૂલ હોય છે, ન પર્વત હોય છે, ન નદી હોય છે, ન મકાન હોય છે, ન ગામ હોય છે કે ન મહાનગર હોય છે. ત્યાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન પદમાં પ્રતિષ્ઠિત મુક્તાત્મા હોય છે.
ચૌદ રાજલોકના અગ્રભાગે બિરાજમાન સિદ્ધાત્મા સતત કેવળજ્ઞાન-કેવળદર્શન ઉપયોગવાળા છે. લોકાંતે સ્થિર સિદ્ધાત્મા કેવળજ્ઞાન-કેવળદર્શન વડે લોકાકાશ તથા અલોકાકાશને સ્પષ્ટપણે જાણે-જુએ છે. તેમને લોક-અલોકનાં સ્વરૂપનું સમસ્ત પ્રકારે જ્ઞાન-દર્શન થાય છે. જે કેવળજ્ઞાન-કેવળદર્શન સશરીરી અવસ્થામાં જ તેરમાં ગુણસ્થાને આવતાં પ્રાપ્ત થયું હતું, તે સિદ્ધાવસ્થામાં પણ સદાકાળ માટે રહે છે. સિદ્ધાત્મા તાદાભ્યભાવે કેવળજ્ઞાન અને કેવળદર્શનથી પરિપૂર્ણ હોય છે. તેઓ સકળ કમરહિત એવી સંપૂર્ણ જ્ઞાનમય દશામાં બિરાજમાન છે. એ અનુરાગહીન અને વર્ણનાતીત શાંતિની અવસ્થા છે, વીતરાગતાની દશા છે. લોકના અગ્રભાગે બિરાજતા સિદ્ધ ભગવાન જ્ઞાનાવરણીય આદિ સર્વ કર્મોથી રહિત, નવીન કર્મબંધમાં કારણભૂત એવાં મિથ્યાદર્શન ઇત્યાદિથી રહિત, અનંત સુખરૂપી અમૃતનો અનુભવ કરાવનારી શાંતિ સહિત, અનંત જ્ઞાનાદિ આઠ ગુણોથી યુક્ત હોય છે.'
સિદ્ધ ભગવાનને આઠ કર્મોના અભાવથી આઠ મહાગુણોની પ્રાપ્તિ થઈ હોય છે. જ્ઞાનાવરણીય કર્મના અભાવથી અનંત જ્ઞાન, દર્શનાવરણીય કર્મ દૂર થવાથી અનંત દર્શન, મોહનીય કર્મના ક્ષયથી અનંત (યથાખ્યાત) ચારિત્ર, અંતરાય કર્મના અંતથી અનંત વીર્ય, નામ કર્મના નાશથી અરૂપીપણું, આયુષ્ય કર્મ નષ્ટ થવાથી જન્મ-મરણના અભાવરૂપ અક્ષયસ્થિતિ, ગોત્ર કર્મનો ક્ષય થવાથી ઉચ્ચ-નીચ ગોત્રના અભાવરૂપ અગુરુ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૧૧૪૩
'सिद्धत्वं कृत्स्नकर्मभ्यः पुंसोवस्थान्तरं पृथक् । ज्ञानदर्शन सम्यक्त्ववीर्याद्यष्टगुणात्मकम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org