Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવે અને ત્રાજવાના બીજા પલ્લામાં મોક્ષસુખને રાખવામાં આવે તોપણ મોક્ષના સુખનું પલ્લું વજનદાર થશે, પૌગલિક સુખનું પલ્લું ઉપરનું ઉપર જ રહેશે.
મોક્ષના સુખની સામે સંસારનાં સુખની કોઈ ગણતરી જ નથી. લોકમાં વિષયોથી પ્રાપ્ત થતાં જે જે સુખ છે, તે સર્વ સુખ વીતરાગસુખના અનંતમા ભાગની પણ બરાબરી કરી શકતા નથી. ત્રણ કાળમાં મનુષ્ય, તિર્યંચ અને દેવોને જે સુખ મળે છે તે બધાં સુખ મળીને પણ સિદ્ધના એક ક્ષણના સુખની બરાબરી કરી શકતાં નથી. સંસારમાં ચક્રવર્તી, યુગલિક, ધરણેન્દ્ર, દેવેન્દ્ર અને અહમિન્દ્રનું સુખ ક્રમશઃ એકબીજાથી અનંતગણું ચડિયાતું છે. આ બધાનાં સર્વ સુખનો સરવાળો કરવામાં આવે તો પણ તે સિદ્ધ ભગવાનના એક સમયના સુખના અનંતમા ભાગ જેટલું પણ થઈ શકતું નથી.
વાસ્તવમાં તો સંસારના કોઈ પણ સુખની સાથે સિદ્ધ ભગવાનના વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી સમુત્પન, પરમ આફ્લાદક, શાશ્વત, સહજ સુખની સરખામણી થઈ જ શકતી નથી. સિદ્ધ ભગવાનના સુખની જાત જ જુદી છે. તેમનું સુખ સાંસારિક સુખને ટપી જાય એવું ધર્માતરરૂપ અત્યંત વિલક્ષણ સુખ છે. તે સુખ સંસારી જીવોનાં સુખ જેવું નથી, માટે તે અસાધારણ સુખ છે. સિદ્ધ ભગવંતનું સુખ સામાન્ય જીવોનાં સુખથી તદ્દન ભિન્ન પ્રકારનું છે, તેથી તે અસામાન્ય છે. તેમનું સુખ અલૌકિક સુખ છે.
જો કોઈ એમ માનતું હોય કે સ્વર્ગનાં સુખ કરતાં અનંતગણું સુખ મોક્ષમાં છે, તો તે માન્યતા મિથ્યા છે, કેમ કે સ્વર્ગનાં સુખની અને મોક્ષના સુખની જાતિ એક નથી. સ્વર્ગમાં વિષયાદિ સામગ્રીજનિત ઇન્દ્રિયસુખ હોય છે, પણ મોક્ષમાં તો વિષયાદિ કે અન્ય કોઈ પણ પ્રકારની સામગ્રી નથી, એટલે ત્યાંનું અતીન્દ્રિય સુખ જુદા પ્રકારનું અને ઉચ્ચ કોટીનું છે. ઇન્દ્ર વગેરેને જે સુખ છે તે તો કષાયભાવોથી ઉત્પન્ન થનાર, આકુળતારૂપ છે, તેથી પરમાર્થે તેઓ દુઃખી છે; જ્યારે મોક્ષમાં તો કષાયરહિત અનાકુળ સુખ છે.
મુક્તાત્માનું સુખ સાદિ અનંત કાળ ટકે એવું અવિનાશી, કોઈથી પણ બાધાપરાભવ ન પામે એવું અવ્યાબાધ, જેને જગતના કોઈ પણ પદાર્થની ઉપમા આપી ન શકાય એવું અનુપમ છે. સમસ્ત વિશ્વમાં એવો કોઈ પદાર્થ નથી કે જેની સાથે મોક્ષસુખને સરખાવી શકાય, માટે મોક્ષસુખ અનુપમ છે. જે રૂપી પદાર્થો સુખનાં ૧- જુઓ : આચાર્યશ્રી વટ્ટકેરજીકૃત, મૂલાચાર', ગાથા ૧૧૪૬
'जं च कामसुहं लोए जं च दिव्वमहासुहं ।
वीदरागसुहस्सेदे णंतभागंपि णग्धंदि ।।' ૨- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીત, 'ત્રિલોકસાર', ગાથા પ૬૦
'चक्किकुरुफणिसुरेंदेसहमिंदे जं सुहं तिकालभवं । तत्तो अणंतगुणिदं सिद्धाणं खणसुहं होदि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org