________________
ગાથા-૯૧
૧૦૫
ધનુષ્ય થાય છે. એટલે લોકાકાશના ઉપરના અંતિમ પ્રદેશથી નીચે ૩૩૩૧/૩ ધનુષ્યપ્રમાણ ભાગ સુધીમાં સિદ્ધ જીવો રહે છે. આમ, એક ગાઉનો છઠ્ઠો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા શરીરનો ૨/૩ ભાગ સમાન (૩૩૩૧/૩ ધનુષ્ય) થાય છે.
લોકાકાશના ઉપરના છેડાથી એક યોજન નીચે સિદ્ધશિલા (ઈષાભારા) નામની પૃથ્વી આવેલી છે. જેમ લોકમાં રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ આવેલી છે, તેમ સિદ્ધશિલા નામની આઠમી પૃથ્વી પણ આવેલી છે. આ પૃથ્વી સ્ફટિક જેવી સફેદ છે. આ શિલા ઉપરથી સપાટ અને નીચેથી ગોળાકાર છે. તેનો વિસ્તા૨ ૪૫ લાખ યોજન છે. તે મધ્યના ભાગમાં આઠ યોજન જાડી છે. મધ્ય ભાગ પછી બધી બાજુ તેની જાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે. તે છેડાના ભાગમાં માખીની પાંખ કરતાં પણ પાતળી છે. તેને એકબાજુથી જોવામાં આવે તો તે ઊંધી રાખેલી છત્રી જેવી અથવા આઠમના ચંદ્ર જેવી અર્ધચંદ્રાકાર જણાય છે.
સિદ્ધશિલા ૪૫ લાખ યોજનપ્રમાણ વિસ્તારવાળી, એટલે કે અઢી દ્વીપ જેટલા વિસ્તારવાળી છે. અઢી દ્વીપ ૪૫ લાખ યોજનપ્રમાણ છે. મોક્ષે જનારા જીવો ૪૫ લાખ યોજનપ્રમાણ વિસ્તારવાળા આ અઢી દ્વીપમાંથી જ જાય છે, કારણ કે માત્ર મનુષ્ય ગતિમાંથી જ મોક્ષે જઈ શકાય છે અને મનુષ્ય માત્ર અઢી દ્વીપમાં જ વસેલા છે, તેથી અઢી દ્વીપમાંથી જ જીવો મોક્ષ પામે છે. એની બહારના અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં તો ફક્ત તિર્યંચોની વસતિ છે. અઢી દ્વીપની બહાર મનુષ્યની ઉત્પત્તિ નથી અને મનુષ્ય સિવાય બીજી કોઈ પણ ગતિમાંથી, કોઈ પણ પશુ, પક્ષી, દેવ, ના૨ક તો મોક્ષે જઈ શકે જ નહીં; માટે મોક્ષે જઈ શકાય તેવું ક્ષેત્ર ૪૫ લાખ યોજનપ્રમાણ જ છે. એટલા ક્ષેત્રમાંથી જ જીવો મોક્ષે જાય છે. વળી, જીવ જે સ્થાનમાં સર્વ કર્મોનો ક્ષય કરે છે, તે જ સ્થાનથી સીધી લીટીમાં ઉપર જાય છે. આઠે કર્મને સર્વથા ખપાવનાર આત્મા ઋજુ ગતિએ સીધા ઉપર જાય છે અને લોકના અગ્રભાગે જઈને સ્થિર થઈ જાય છે. મુક્તાત્મા ૯૦૦ કાટકોણની ઊભી લીટીની જેમ સીધા જ ઉપર જાય છે અને તેથી જે આત્મા જ્યાંથી, જે ક્ષેત્રમાંથી મોક્ષે જાય છે તે બરાબર તે ક્ષેત્રની ઉપર સીધા જ જઈ લોકાએ સ્થિર થાય છે. ૪૫ લાખ યોજનપ્રમાણ અઢી દ્વીપથી બહાર મોક્ષે જનાર કોઈ જ ન હોવાથી સિદ્ધ જીવો સિદ્ધશિલા ઉપર ૪૫ લાખ યોજનપ્રમાણ ભાગમાં જ હોય છે.
=
ભૂતકાળમાં અનંતા જીવો સિદ્ધ થયા છે અને ભાવિમાં પણ અનંતા જીવો સિદ્ધ થશે. અનાદિ કાળથી આજ સુધીમાં અનંત જીવો મોક્ષે ગયા છે. સિદ્ધશિલા ઉપર પહોંચેલા જીવો અનંતા છે. અઢી દ્વીપના એક સ્થાનેથી એક જ જીવ સિદ્ધ થાય છે એવું નથી, પરંતુ એક સ્થાનેથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે. એક સ્થાનેથી એક આત્મા સિદ્ધ થયા, કાળાંતરે એ જ સ્થાનેથી બીજા આત્મા પણ સિદ્ધ થયા, ફરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org