Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૧
૧૦૩ (૪) તથાગતિપરિણામ - અગ્નિશિખા
અગ્નિની શિખાનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે, અર્થાત્ હવાના અભાવમાં અગ્નિની શિખા ઊર્ધ્વ દિશામાં જાય છે. તિર્જી વહેતી હવાનો અભાવ હોય ત્યારે અગ્નિશિખા સ્વાભાવિક રીતે ઉપર જાય છે. જેમ અગ્નિનો ઊર્ધ્વગમન કરવાનો સ્વભાવ છે, તેમ આત્માનો પણ ઊર્ધ્વગમન કરવાનો સ્વભાવ છે. આત્માનો મૂળ સ્વભાવ ઊર્ધ્વગતિ કરવાનો છે અને તેથી કર્મનો નાશ થતાં જીવની પોતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિ થાય છે. છ દ્રવ્યોમાં જીવ અને પુગલ એ જ બે દ્રવ્યોનો ગતિ કરવાનો સ્વભાવ છે. પુદ્ગલનો ઊર્ધ્વ, અધો અને તિચ્છ એમ ત્રણ તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. જેમ કે અગ્નિનો ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે, પથ્થરનો અધોગતિ કરવાનો સ્વભાવ છે, પવનનો તિચ્છ ગતિ કરવાનો સ્વભાવ છે. અગ્નિ ઊંચે ગતિ કરે છે, પથ્થર નીચે જાય છે, વાયુ વિચ્છ ગતિ કરે છે; પરંતુ આત્માનો સ્વભાવ કેવળ ઊર્ધ્વગતિ કરવાનો છે. આત્મા માત્ર ઉપર જવાના જ સ્વભાવવાળો છે. આત્મા સ્વભાવથી માત્ર ઊર્ધ્વગામી છે, પરંતુ સંસારી જીવને કર્મોનો સંગ છે, તેથી તેણે પોતાનાં કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે. કર્મસંગ છૂટતાં જીવ પોતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ કરી એક સમયમાં લોકારો પહોંચે છે. ૧
સર્વ કર્મ ક્ષય થતાંની સાથે જ આત્મા ઊર્ધ્વગમન કરે છે. તે સાત રાજલોક જેટલું અંતર એક સમયમાત્રમાં કાપે છે અને લોકાંતે સ્થિત થાય છે. આટલું અંતર કાપતાં માત્ર એક સમય જ લાગે છે. ક્યારે પણ સમયાંતર થતો નથી. એ જ સમયે જીવ ઉપર જઈને સિદ્ધશિલા ઉપર સ્થિત થઈ જાય છે. જે સમયે સઘળાં કર્મોનો ક્ષય થાય છે, તે જ સમયે દેહનો વિયોગ થાય છે, ઊર્ધ્વગમન થાય છે અને લોકના અંત સુધી પહોંચે છે; અર્થાત્ સર્વકર્મક્ષય, દેહવિયોગ, ઊર્ધ્વગતિ અને લોકાંતગમન એ ચારે એક જ સમયમાં થાય છે. એક જ સમયમાં આ ચાર કાર્યો થાય છે.
અહીં એવો પ્રશ્ન ઊઠી શકે કે માત્ર એક સમયમાં જ, એકસાથે આ ચાર કાર્ય કેવી રીતે સંભવી શકે? તેનો ઉત્તર એમ છે કે જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો નાશ આ બન્ને વચ્ચે પહેલા-પછીનો ક્રમ સંભવતો નથી, અર્થાત્ પ્રકાશની ઉત્પત્તિ થતાંની સાથે જ અંધારાનો નાશ થાય છે, અને એકીસાથે જ થાય છે; તે પ્રમાણે સર્વ કર્મનો ક્ષય અને મોક્ષની ઉત્પત્તિ બને એકીસાથે જ થાય છે. માટે કર્મક્ષય, દેહવિયોગ, ઊર્ધ્વગતિ અને લોકાંતગમન એકસાથે જ થાય છે. એમાં સમયાંતર નથી. કર્મક્ષય થતાંની ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પંચાસ્તિકાયની આચાર્યશ્રી જયસેનજીકૃત ટીકા, ‘તાત્પર્ય
- વૃત્તિ', ગાથા ૭૩ 'सर्वतो मुक्तोपि स्वाभाविकानंतज्ञानादिगुणैर्युक्तः सन्नेकसमयलक्षणाविग्रहगत्योर्ध्वं गच्छति ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org