Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૦૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
(૧) પૂર્વપ્રયોગ - કુંભારચક્ર
કુંભાર ચક્રને દંડ વડે ગતિમાન કરે છે, પછી તે દંડ લઈ લે છે તોપણ પૂર્વપ્રયોગના કારણે કેટલોક વખત તે ચક્ર ગતિમાન રહે છે અને પછી સ્થિર થાય છે; તેમ સંસાર અવસ્થામાં મોક્ષપ્રાપ્તિ માટે જીવ જે પુરુષાર્થ કરતો હતો તે છૂટી જાય છે, તોપણ પહેલાંના અભ્યાસના સંસ્કારથી મુક્ત જીવનું ઊર્ધ્વગમન થાય છે. આત્મદ્રવ્ય કર્મબંધનોથી બંધાયેલું હતું, તેને મુક્ત કરવા માટે - તેનું સ્વાભાવિક, કર્મમુક્ત, શુદ્ધ, સહજાત્મસ્વરૂપ સિદ્ધ પદ પ્રાપ્ત કરવા માટે ભાવોલ્લાસથી વીર્ય સ્કુરાયમાન કરી, પુરુષાર્થમાં પ્રવર્તવારૂપ જે જે પૂર્વપ્રયોગ કર્યા હતા, તેના પરિણામે હવે સ્વાભાવિકપણે જ ઊર્ધ્વગમન થાય છે અને લોકાગે જઈ આત્મા સ્થિત થાય છે. (૨) અસંગતા - લેપરહિત લૂંબડું
શુષ્ક તુંબડાનો સ્વભાવ જળમાં ડૂબવાનો ન હોવા છતાં તેને માટીનો લેપ લગાડીને જો જળમાં નાખવામાં આવે તો તે ડૂબી જાય છે. થોડી વાર પછી પાણીથી માટીનો લેપ ધોવાઈ જતાં તે તુંબડું જળની ઉપર આવી જાય છે. માટીના લેપથી તૂબડું પાણીમાં ડૂબે તો છે, પરંતુ જ્યારે માટીનો લેપ નીકળી જાય છે ત્યારે તે પાણીની સપાટી ઉપર આવી જાય છે. માટીના લેપથી રહિત થતાં તુંબડાની જળમાં ઊર્ધ્વગતિ થાય છે. જેમ સૂંબડાને જ્યાં સુધી માટીનો લેપ રહે છે ત્યાં સુધી તે પાણીમાં ડૂબેલું રહે છે અને જ્યારે લેપ ઓગળીને છૂટો થાય છે ત્યારે તે પાણીની ઉપર આવી જાય છે; તેમ જીવ જ્યાં સુધી કર્મરૂપ લેપના સંગવાળો હોય ત્યાં સુધી સંસારસમુદ્રમાં ડૂબેલો રહે છે અને કર્મરૂપ લેપનો નાશ થતાં, અસંગ થતાં, તે શુદ્ધ આત્મા ઊર્ધ્વગમન કરીને, લોકારે જઈ સિદ્ધશિલા ઉપર સ્થિત થાય છે. (૩) બંધ છેદ - એરંડબીજ
એરંડાનું ફળ પાકતાં, તેની ઉપરનું પડ સુકાઈ જવાથી તે ફાટી જાય છે અને તેમાં રહેલ બીજ એકદમ ઉપર ઊછળે છે. એરંડફળનું બંધન છેદતાં બીજની તુરંત ઉપરની તરફ ગતિ થાય છે. જ્યાં સુધી પડના બે ભાગ ન થાય ત્યાં સુધી બીજ એ પડમાં જ રહે છે, કારણ કે પડનું બંધન તેને ઉપર જતાં અટકાવે છે. તેમ સંસારી જીવને કર્મનું બંધન છે. કર્મના બંધનનો વિયોગ થતાં જીવ એરંડાના બીજની જેમ ઊર્ધ્વગતિ કરે છે. જે રીતે ઉપરનું ફોતરું નીકળતાં જ એરંડાનું બી છૂટીને ઉપર જાય છે, તે રીતે ભવ પ્રાપ્ત કરાવનારાં કર્મનાં બંધન દૂર થતાં જ જીવની ઊર્ધ્વગતિ થાય છે. જ્યારે જીવનાં કર્મબંધનનો છેદ થતાં તે મુક્ત થાય છે ત્યારે તે મુક્ત જીવ ઊર્ધ્વગમન કરીને સિદ્ધાલયમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org