Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
જણાતો હોય, પણ જ્યારે મેઘપટલ દૂર થઈ જાય છે ત્યારે તે સહજ સ્વરૂપે પ્રકાશે છે; તેમ મોહનીયાદિ ચાર ઘાતી કર્મોનો ક્ષય થતાં, પોતાના અનંત જ્ઞાનાદિ પ્રકાશને રોકનારાં એ કારણો દૂર થતાં અનંત ચતુષ્ટયસ્વરૂપ, આત્મિક ઐશ્વર્યરૂપ નિજ સહજ સ્વરૂપપ્રકાશ ઝળહળી ઊઠે છે. તેરમા ગુણસ્થાનના પ્રથમ સમયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આત્માના આ સ્વાભાવિક ગુણો પ્રાપ્ત થાય છે. જે શક્તિઓ છદ્મસ્થ અવસ્થામાં નામમાત્ર વ્યક્ત હતી તે શક્તિઓ હવે પૂર્ણપણે પ્રકાશે છે.
આ કેવળી અવસ્થા છે. અહીં જ્ઞાન સ્વયંમાં જ પ્રતિષ્ઠિત થાય છે. જીવ સ્વરૂપના આનંદમાં મગ્ન હોય છે, અનંત શક્તિઓના આવિર્ભાવ સાથે અનંત આનંદનો ઉપભોગ થઈ રહ્યો હોય છે. જો કે અઘાતી કર્મ હજુ બાકી છે. જીવનાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘનઘાતી કર્મોનો નાશ થયો છે અને વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય આ ચાર અઘાતી કર્મો બાકી છે. આવી દશા તે ભાવમોક્ષ છે, સદેહમુક્તિ છે. વિશુદ્ધ જ્ઞાની હોવા છતાં પણ શારીરિક પ્રવૃત્તિથી યુક્ત જીવને સયોગી કેવળી કહેવાય છે. આ તેરમા સયોગીકેવળી ગુણસ્થાનનું આલેખન કરતાં શ્રીમદ્ લખે છે
ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. વેદનીયાદિ ચાર કર્મ વર્ત જહાં, બળી સીંદરીવત્ આકૃતિ તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો.૧
માત્ર જો;
મોહનીય આદિ ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય થતાં સંસારમાં જન્મ-મરણાદિરૂપ પરિભ્રમણ કરવાનું મૂળ કારણ સર્વથા ટળી ગયું હોવાથી તે આત્માને ફરીથી ક્યારે પણ સંસારમાં પાછું આવવાનું થતું નથી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય; એ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થતાં તેમને શુદ્ધ આત્મસ્વભાવની સંપૂર્ણપણે પ્રાપ્તિ થાય છે. સમસ્ત લોકના જ્ઞાતા-દ્રષ્ટા, સર્વજ્ઞ, સર્વદર્શી થઈ, અનંત વીર્ય સહિત અનંત કાળ સુધી તેઓ પરમપદે બિરાજે છે. કૃતકૃત્ય થયા હોવાથી હવે તેમને કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. તેરમા ગુણસ્થાને વર્તતા આ કેવળી ભગવાનને હજુ વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર અઘાતી કર્મ બાકી રહ્યાં છે; પણ જેમ બળેલી દોરી બાંધવાના કામમાં આવી શકતી નથી, તેમ ઘાતી કર્મ ક્ષય થતાં અઘાતી કર્મનું બળ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૬૫ (આંક-૭૩૮, ‘અપૂર્વ અવસર', કડી ૧૫,૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org