________________
ગાથા-૯૦
૮૭
છે. જેનાથી આત્માને ચોંટેલાં કર્મોની નિર્જરા થાય તે ધર્મ છે અને જેનાથી શુભ કે અશુભ કર્મો બંધાય તે અધર્મ છે. પુણ્ય-પાપના કારણે મળતી ઇષ્ટ-અનિષ્ટ ગતિ, જાતિ વગેરેના ભેદનું જ્ઞાન કરાવવા માટે તેમાં ભેદ કહ્યો છે, એટલે કે સંસાર અપેક્ષાએ તેમાં ભેદ છે; પરંતુ ધર્મ અપેક્ષાએ ભેદ નથી, અર્થાત્ બન્ને પ્રકારના ભાવ અધર્મ છે.
પંડિત શ્રી બનારસીદાસજીએ આચાર્યશ્રી કુંદકુંદદેવના ‘સમયસાર ગ્રંથ ઉપર આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ દ્વારા લિખિત “આત્મખ્યાતિ' ટીકા અને કલશોનો આધાર લઈ, ‘સમયસારનાટક' રચ્યું છે, જેમાં ગુરુ-શિષ્યના સંવાદરૂપે પુણ્ય-પાપ સંબંધી હેય-ઉપાદેય વ્યવસ્થાની વિસ્તારથી ચર્ચા કરી છે.
શિષ્ય શ્રીગુરુને કહે છે કે પાપ અને પુણ્ય બને સમાન નથી, કારણ કે એનાં કારણ, રસ, સ્વભાવ અને ફળ જુદાં જુદાં છે. પાપ અનિષ્ટ જણાય છે અને પુણ્ય પ્રિય લાગે છે. સંક્લેશ(અશુભ)પરિણામોથી પાપબંધ થાય છે અને વિશુદ્ધ (શુભ) પરિણામોથી પુણ્યબંધ. આ પ્રમાણે બન્નેમાં કારણભેદ વિદ્યમાન છે. પાપના ઉદયથી દુઃખ થાય છે, જેનો સ્વાદ કડવો લાગે છે અને પુણ્યના ઉદયથી સુખ થાય છે, જેનો સ્વાદ મધુર છે; આ પ્રમાણે બનેમાં રસભેદ પણ રહેલો છે. પાપપરિણામ સ્વયં ક્લેશરૂપ છે અને પુણ્યપરિણામ વિશુદ્ધરૂપ છે, તેથી બન્નેમાં સ્વભાવભેદ પણ વિદ્યમાન છે. પાપથી નરકાદિ કુગતિઓમાં જવું પડે છે અને પુણ્યથી દેવાદિ સુગતિની પ્રાપ્તિ થાય છે, આ પ્રમાણે બનેમાં ફળભેદ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. આવો સ્પષ્ટ ભેદ હોવા છતાં આપ બન્નેને શા માટે સમાન કહો છો?
આના ઉત્તરમાં શ્રીગુરુ કહે છે કે પાપબંધ અને પુણ્યબંધ બને મુક્તિમાર્ગમાં બાધક છે, તેથી બન્ને સમાન જ છે. પાપ તીવ્ર કષાય છે, પુણ્ય મંદ કષાય છે. કડવો અને મધુર સ્વાદ બન્ને પુદ્ગલજન્ય છે. સંક્લેશ(અશુભ)ભાવ અને વિશુદ્ધ (શુભ) ભાવ બન્ને વિભાવભાવ છે, તેથી એ પણ સમાન જ છે. કુગતિ અને સુગતિ બને ચતુર્ગતિરૂપ સંસારમાં જ છે, તેથી તેમાં ફળભેદ છે જ નહીં. પુણ્ય-પાપમાં કારણ, રસ, સ્વભાવ અને ફળનો ભેદ વાસ્તવિકપણે નથી; મિથ્યાત્વના કારણે અજ્ઞાનીને તે દેખાય છે, જ્ઞાનીને આવા ભેદ દૃષ્ટિગત થતા નથી. પુણ્ય અને પાપ બને અંધકૂપ છે, બને કર્મબંધરૂપ છે અને મોક્ષમાર્ગમાં બન્નેનો અભાવ થતો જોવામાં આવે છે.'
વીતરાગદેવે પુણ્ય-પાપ બનેને બંધરૂપ અને બંધનાં કારણ કહ્યાં છે. પુણ્યપાપમાં અંતર જોવાવાળો વીતરાગમાર્ગનો ઉપાસક નથી. હિંસા, ચોરી, વ્યભિચારાદિ અશુભ ક્રિયાઓને તો દુનિયા પણ અપરાધ કહે છે. વીતરાગમાર્ગની આ એક અલૌકિકતા છે કે જ્યાં શુભ ક્રિયાઓને પણ અપરાધ કહેવામાં આવે છે. વીતરાગધર્મમાં ૧- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', પુણ્યપાપદ્વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org