________________
ગાથા
ભૂમિકા
ગાથા ૯૦માં શ્રીગુરુએ કહ્યું કે કર્મ સહિત અનંત કાળ વીતવાનું કારણ છે, શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિ. પરંતુ શુભાશુભ ભાવથી ઉદાસીન થઈ, જ્ઞાતા-દ્રષ્ટાપણે રહેવાથી શુભાશુભ ભાવ છેદાય છે અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટે છે.
ગાથા
-
આમ, ગાથા ૮૯-૯૦ દ્વારા શ્રીગુરુએ મોક્ષપદની સિદ્ધિ કરી, તેમજ અનંત કાળ વીત્યો છતાં મોક્ષની પ્રાપ્તિ શા માટે થઈ નથી અને કઈ રીતે થાય તેનું નિરૂપણ કર્યું. શુભાશુભ ભાવથી નિવર્તવારૂપ ભાવમોક્ષનું પ્રતિપાદન કર્યા પછી હવે તેઓ મોક્ષપદ વિષેની શંકાના સમાધાનની આ અંતિમ ગાથામાં દ્રવ્યમોક્ષનું પ્રતિપાદન કરે છે.
ગાથા ૮૮માં શિષ્યે કહ્યું હતું કે ‘શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય', અર્થાત્ જીવ શુભ કર્મ કરે તો દેવાદિ ગતિમાં તેનું શુભ ળ ભોગવે છે અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિમાં તેનું અશુભ ફળ ભોગવે છે, પણ જીવ કર્મરહિત કોઈ પણ સ્થળે હોતો નથી. શિષ્યને એવું કોઈ સ્થળ જણાતું નથી કે જ્યાં જીવ કર્મના સંગ વિનાનો હોય. તેની આ શંકાના સમાધાન સાથે મોક્ષનું સ્વરૂપ દર્શાવતાં શ્રીગુરુ કહે છે
૯૧
Jain Education International
દેહાદિક સંયોગો, આત્યંતિક
વિયોગ;
સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.' (૯૧)
અર્થ
દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. (૯૧)
For Private & Personal Use Only
દેહનો સંયોગ છૂટે તે મરણ છે,
પણ દેહનો સંયોગ એવા પ્રકારે છૂટે કે ભાવાર્થ જેથી ફરી પાછો કદી પણ તે સંયોગ ન થાય; અર્થાત્ અપુનર્ભાવથી સદાને માટે દેહનો આત્યંતિક વિયોગ થાય તે સિદ્ધાવસ્થારૂપ મોક્ષ છે. દેહાદિનો સંયોગ દ્રવ્યકર્મના કારણે થાય છે. દ્રવ્યકર્મની ઉત્પત્તિ ભાવકર્મના કારણે, એટલે કે રાગ-દ્વેષના કારણે થાય છે. જ્યારે પોતાના સ્વભાવનો મહિમા આવે છે ત્યારે વૃત્તિ સ્વભાવમાં સ્થિર થાય છે અને તેથી રાગ-દ્વેષરૂપ ભાવકર્મ ટળે છે, પરિણામે તે નિમિત્તે થતો દ્રવ્યકર્મનો બંધ પણ અટકે છે. સ્વભાવષ્ટિના બળ વડે જૂનાં કર્મ ખરતાં જાય અને અંતે પૂર્ણ કર્મરહિત દશા પ્રગટ થાય છે. આ દશાને સિદ્ધ અવસ્થા કે મોક્ષપદ કહે છે.
www.jainelibrary.org