Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
८०
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તમન્ના તેનામાં જાગી ચૂકી હોય તો તે કાર્ય કરતાં કંઈ ઘણો સમય લાગતો નથી. ક્ષણમાત્રમાં પરમ જ્યોતિ પ્રગટ થઈ જાય છે.
ચકમકના પથ્થરોને પરસ્પર ઘસવામાં આવે તો તેમાંથી આગ પ્રગટે છે. એવું બને કે કરોડો વર્ષોથી તે પથ્થરો બાજુ બાજુમાં પડ્યા હોય, છતાં તેમાંથી આગ પ્રગટી ન હોય. તેનું કારણ એ છે કે ત્યાં ઘર્ષણની પ્રક્રિયા જ થવા પામી નથી. જે વીતી ગયાં તે કરોડો વર્ષોએ કંઈ તેમાં બાધા નથી નાખી. બસ! માત્ર ઘસવાની પ્રક્રિયાનો અભાવ હતો અને તેથી અગ્નિનો પણ અભાવ રહ્યો. વળી, એવું નથી કે આગ પ્રગટાવવા માટે કરોડ વર્ષો સુધી પથ્થર ઘસવા પડશે. જો ઘસવાનો પુરુષાર્થ કરવામાં આવે તો આગ તો એક ક્ષણમાં ઉત્પન્ન થઈ જશે. તેમ જીવ કોઈ મહાપુરુષના શરણે જાય, તેમની આજ્ઞા પાળવા તત્પર રહે તો જાગૃત થવાની પ્રક્રિયા ઘટિત થાય છે અને ક્ષણમાં પ૨મ જ્યોતિ પ્રગટી ઊઠે છે. સદ્ગુરુના આશ્રયે શુભાશુભ ભાવ છેદાતાં મોક્ષસ્વભાવ પ્રગટી ઊઠે છે.
જ્ઞાનીઓ કહે છે કે ‘હે જીવ, સમ્રાટ થવાનો અવસર આવી ગયો છે. હવે તો તું ભિખારીપણું છોડ.' જીવની માન્યતામાં બેસવું જોઈએ કે ‘હું સમ્રાટ છું', ‘હું શુદ્ધ છું', ‘હું બુદ્ધ છું', ‘હું પરમાત્મસ્વરૂપ છું'; હમણાં અને અહીં જ તે સ્વરૂપ પ્રગટ થઈ શકે છે. જો માન્યતામાં આ ગ્રહણ થઈ જાય તો જન્મોજન્મથી અનુપલબ્ધ એવા સ્વરૂપની ઉપલબ્ધિ ક્ષણમાં થઈ જશે. જ્યારે સત્ય હૃદય સુધી પહોંચી જશે ત્યારે ઘટના ઘટશે. માટે દેહાદિમાં સ્થાપેલું તાદાત્મ્ય તોડી પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ. પરમ પવિત્ર આત્મતત્ત્વમાં તાદાત્મ્ય સાધવું જોઈએ. ત્યાં નિજતા સ્થાપવી જોઈએ. ત્યાં જ સ્થિરતા કરવામાં આવે તો આનંદ પામી શકાય છે.
જ્ઞાનસ્વરૂપી આત્માને ઓળખીને તેમાં એકાગ્ર થવાથી જ પરમાનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનસ્વરૂપી આત્મામાં એકાગ્ર થયા વિના બીજા ગમે તે ઉપાય કરવામાં આવે તો તે બધો બંધભાવ છે, તેમાં કશે પણ તૃપ્તિ નથી, શાંતિ નથી; તેમાં માત્ર આકુળતા છે. દીવાસળીના ટોપચામાં અગ્નિ પ્રગટાવવાનો સ્વભાવ છે એમ સ્વીકારીને તે ટોપચાવાળા ભાગને ઘસીએ તો અગ્નિ પ્રગટે છે. તેમ આત્મામાં મોક્ષસ્વભાવ છે, તેની પરિપૂર્ણ શ્રદ્ધા કરીને તેમાં એકાગ્રતારૂપી ઘસારો કરતાં મોક્ષસ્વભાવ પ્રગટે છે. શરીરાદિ પદ્રવ્ય તો દીવાસળીના ખોખા જેવાં છે. જેમ દીવાસળીના ખોખામાં અગ્નિ પ્રગટાવવાની તાકાત નથી, તેમ શરીરાદિમાં કેવળજ્ઞાન પ્રગટાવવાની તાકાત નથી. શુભાશુભ ભાવો તે દીવાસળીની સળી જેવા છે. જેમ દીવાસળીની સળીમાં અગ્નિ પ્રગટાવવાની તાકાત નથી, તેમ શુભાશુભ ભાવોમાં પણ મોક્ષ પ્રગટાવવાની તાકાત નથી. જેમ અગ્નિ પ્રગટાવવાની તાકાત માત્ર દીવાસળીના ટોપચામાં છે, તેમ મોક્ષ પ્રગટાવવાની તાકાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org