Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
(વિશેષાર્થ
૭૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરવાપણું અને તેના ફળનું ભોગવવાપણું ચાલુ હોય, પણ તે ટળી શકે છે, કારણ કે શુભાશુભ ભાવ એ જીવનો સ્વભાવ નથી. શુભાશુભ ભાવ આત્માના વિકારી ભાવો છે, વિભાવ છે. જ્યારે જીવ આ બન્ને ભાવોથી નિવૃત્ત થાય છે ત્યારે તેનામાં સ્વપરિણતિરૂપ સહજ શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. જો જીવ શુભાશુભ ભાવોથી વિરામ પામે તો અનંત કાળથી તિરોહિત એવો મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે. આત્માની સહજ શુદ્ધ અવસ્થા પ્રગટ થવી એ જ મોક્ષ છે. અનાદિ કાળથી જે શુભાશુભ ભાવ થાય છે, તેને અટકાવીને જો જીવ સ્વસ્વભાવમાં સ્થિર થાય તો ભાવકર્મ ઉત્પન્ન થતાં નથી અને તે ભાવકર્મના નિમિત્તે આવતાં દ્રવ્યકર્મ પણ રોકાય છે. નવીન દ્રવ્યકર્મ આવતાં રોકાય છે અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થતી જાય છે, તેથી સર્વ કર્મથી રહિત એવી મોક્ષદશા પ્રગટે છે. શુભાશુભ ભાવ રોકીને, ઉપયોગ આત્મામાં સ્થિર કરવાથી કર્મનાં સંવરનિર્જરા થતાં મોક્ષ થાય છે. આમ, શુભાશુભ ભાવથી નિવૃત્ત થઈ મોક્ષસ્વભાવ પ્રગટ કરનાર જીવ મોક્ષ પામી શકે છે.
2 અનંત કાળથી જીવ કર્મ સહિત હોવાથી ચારે ગતિમાં રખડ્યો છે. આ
* પરિભ્રમણના કારણરૂપ શુભાશુભ ભાવ નિવૃત્ત થયેલાં આજ સુધી જણાયા નથી, તેથી શિષ્ય સંસારપરિભ્રમણની નિવૃત્તિરૂપ મોક્ષ વિષે શંકિત થાય છે. બંધનથી છૂટવાની સાચી જિજ્ઞાસાવાળા શિષ્યને મોક્ષનો નિર્ણય ન્યાયથી કરવો છે અને તેનો અવિરુદ્ધ ઉપાય જાણી તે પ્રમાણે વર્તવું છે, તેથી તે પોતાની વિચારણા શ્રીગુરુ સમક્ષ રજૂ કરી તત્ત્વ સમજાવવા તેમને વિનંતી કરે છે. પરિભ્રમણનું કારણ અને પરિભ્રમણની નિવૃત્તિરૂપ મોક્ષ કઈ રીતે થાય તેની વિચારણા અત્યંત આવશ્યક તથા મહત્ત્વની છે. આ વિચારણાના ગાંભીર્ય વિષે શ્રીમદ્ લખે છે –
“અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય?”
આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી."
અનંત કાળથી જીવ સંસારમાં રખડ્યો છે. તેનું કારણ શુભાશુભ કર્મ પ્રત્યેની તેની આસક્તિ છે. જીવ આસક્તિના કારણે જ્ઞાતાપણું ભૂલીને ઉપાધિમાં અટક્યો છે અને તેથી તે સંસારમાં ફસાયો છે. ‘હું શુભાશુભ ભાવથી રહિત છું, શુભાશુભ ભાવ મારા નથી' એવો બોધ તેને પ્રગટ થયો નથી, તેથી શુભાશુભ વિકારી ભાવો સાથે તન્મય થઈને તે ભવભ્રમણ કરી રહ્યો છે. પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાને બદલે, આત્મભાન વિના શુભાશુભ ભાવ કરી તે સંસારપરિભ્રમણ કરી રહ્યો છે. જીવ પોતાના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૬૦ (પત્રાંક-૧૯૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org