Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૩
શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ભૂલી, કર્મકૃત અવસ્થામાં જોડાઈને શુભાશુભ ભાવરૂપે પરિણમે છે, તેથી તેના પરિભ્રમણનો અંત આવતો નથી. પરંતુ જો તે કર્મકૃત અવસ્થાઓને પોતાના સ્વરૂપથી ભિન્ન જાણી, તે સર્વનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા રહે તો શુભાશુભ ભાવ છેદાતાં મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે.
ગાથા-૯૦
જીવ અનંત કાળથી શુભાશુભ ભાવમાં પ્રવૃત્તિ કરે છે, પણ જો જીવ ધારે તો તેનાથી નિવૃત્ત થઈ શકે છે અને જો તે શુભાશુભ ભાવથી નિવૃત્ત થાય તો મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે. શુભાશુભ પરિણામમાં અનંત કાળ વીત્યો છે, પરંતુ જ્યારે આ શુભાશુભ પરિણામો છેદાય છે ત્યારે અવશ્ય મોક્ષસ્વભાવ ઊપજે છે. શુભાશુભ પરિણામોને રોકીને ઉપયોગને સ્વસ્વરૂપમાં સ્થિર કરતાં, સંવર અને નિર્જરા દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. શુભાશુભ વિકારી ભાવથી જીવની બંધ અવસ્થા થાય છે. તે શુભાશુભ ભાવને ટાળી નિજમાં વૃત્તિ સ્થિર કરવાથી આત્માની શુદ્ધ, નિર્મળ, કર્મકલંકથી રહિત અવસ્થા પ્રગટે છે. આ સહજ, સ્વાભાવિક, પવિત્ર અવસ્થા એ જ મોક્ષ છે.
જીવ જેવા જેવા ભાવ કરે, તેવાં તેવાં ફળની તેને પ્રાપ્તિ થાય છે. ભલે અનંત કાળથી શુભાશુભ ભાવ થતા આવ્યા છે, અનંત કાળથી શુભાશુભ ભાવનું કરવાપણું અને તેનાં ફળનું ભોગવવાપણું ચાલુ રહ્યું છે, પણ તે ટળી શકે છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવનો નિશ્ચય કરી, તેનું અવલંબન ગ્રહણ કરવામાં આવે તો તે શુભાશુભ ભાવને છેદી સમસ્ત દુ:ખથી મુક્ત થવાય છે. જીવ સ્વરૂપાનુસંધાનનો શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે તો અવશ્ય મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે.
Jain Education International
આત્મા મોક્ષસ્વભાવી છે, ત્રિકાળશુદ્ધ જ્ઞાનસ્વભાવી છે. વસ્તુની અવસ્થા બદલાવા છતાં જે કદી ન બદલાય અને કાયમ રહે તેને સ્વભાવ કહે છે. જેમ ખાંડનો સ્વભાવ મીઠાશ છે. તે માટી સાથે મેળવવામાં આવે તોપણ તેની મીઠાશનો નાશ થતો નથી. તે પ્રમાણે આત્માનો સ્વભાવ જાણવાનો છે, તેથી આત્માનું જાણપણું તો સદા ત્રણે કાળને વિષે રહે જ છે. પ્રશ્ન થાય કે જ્ઞાન જો આત્માનો સ્વભાવ છે તો શુભાશુભ ભાવ શું છે? એક ઉદાહરણ વડે આ વાત સરળતાથી સમજી શકાશે. ખાંડ સગડી ઉપર વાસણમાં ગરમ થઈ રહી હોય તો તે વખતે તેમાં મીઠાશ અને ગરમી બન્ને જણાશે; પણ મીઠાશ તેનો સ્વભાવ છે, જ્યારે ગરમી અગ્નિ સાથે સંબંધ થવાના કારણે આવી છે. ગરમી અગ્નિના કારણે છે, તેથી અગ્નિનો સંયોગ દૂર થતાં તે જતી રહેશે, પરંતુ મીઠાશ કદી પણ જતી નથી. ગરમી આવી છે, તે હાજર છે, છતાં ગરમી ખાંડનો સ્વભાવ નથી. જેમ વાસણ ખાંડથી અલગ છે, તેમ ગરમી પણ ખાંડના અસ્તિત્વથી અલગ જ છે. ખાંડનું પોતાનું અસ્તિત્વ માત્ર મીઠાશમાં છે. જો મીઠાશ હશે તો જ તે ખાંડ ગણાશે અને જો મીઠાશ નહીં હોય તો તેનું ખાંડપણું પણ નહીં હોય. ખાંડની
-
For Private & Personal Use Only
-
www.jainelibrary.org