________________
કર્યો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને વધમી વાત્સલ્ય પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યા છકાઈથી લઈને ૪૫ ઉપવાસ સુધીની સંખ્યા પાંચસે (૫૦૦) ઉપર પહોંચી. આ રીતે સતીજીના સતના પ્રભાવે કાંદાવાડીનું ચાતુર્માસ અભૂતપૂર્વ બની ગયું. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, વાલકેશ્વર, ઘાટકોપર અને બેરીવલી ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રવચનેથી શ્રી સંઘમાં અજોડ તપશ્ચર્યાઓ તેમજ આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞાઓ થઈ છે.
સંવત ૨૦૩૪ મલાડ શ્રી સંઘની સેળ સેળ વર્ષની આગ્રહભરી વિનંતીને માન આપી મલાડ સંઘના મહાન અહેભાગ્યે પૂ. મહાસતીજી ઠાણ. ૧૧ ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજી નું ચાતુર્માસ મળવાથી શ્રી સંઘમાં નાના મોટા દરેકના હૈયામાં હર્ષની છે ઉછળવા લાગી. પૂ. મહાસતીજીની જવી, તેજસ્વી હાથસ્પણ અને પ્રભાવશાળી વાણીએ જનતાના હૃદયમાં એવી જાદુઈ અસર કરી કે ઉપાશ્રયે નહિ આવનારા યુવાન ભાઈએ પણ રોજ વ્યાખ્યાનમાં હાજરી આપતા થઈ ગયા. ચાતુર્માસના પ્રારંભથી લઈને અંત સુધી વ્યાખ્યાન હોલ ચિક્કાર ભરાયેલે રહ્યો છે. પૂ. મહાસતીજીની જેશીલી હદયરેચક શૈલીથી થતા પ્રવચનના પ્રભાવે પૂ. મહાસતીજીનું મલાડમાં મંગલ આગમન થયું ત્યારથી તપને પ્રવાહ ચાલુ રહ્યો હતો અને મલાડ સંઘમાં કયારે પણ નહિ થયેલ એવી મહાન તપશ્ચર્યાએ થઈ છે. ૫૧ ઉપવાસ, ૧૧ માસખમણ, ઉપવાસના ૪ સિદ્ધિતપ થયા છકાઈથી માંડી માસખમણ સુધીની તપશ્ચર્યા ૩૦૪ થઇ છે. જે મલાડના ઈતિહાસમાં અજોડ ને અનુપમ છે. મલાડ શ્રી સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તેવું ભવ્ય ચાતુર્માસ થયું છે. પૂ. મહાસતીજીના પ્રભાવે દાન, શીલ, તપ અને ભાવનામાં ભરતી આવી હતી.
વિશેષ આનંદની વાત એ છે કે આજ સુધીમાં પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકો ઘણાં બહાર પડયા છે. આઠ હજાર અને દશ દશ હજાર કેપીએ બહાર પડવા છતાં એક પણ પુસ્તક આજે મળતા નથી. આ ઉપરથી વાચકને ખ્યાલ આવતું હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનનું કેટલું આકર્ષણ છે. જે પુસ્તક ખલાસ થઈ ગયા છે. તેની એટલી બધી માંગણી છે કે કદાચ ફરીને બહાર પાડવા પડશે. પૂ. મહાસતીજીના સંવત ૨૦૭૪ ના મલાડ ચાતુર્માસના વ્યાખ્યાને “શારદા સુવાસ” (ભાગ ૧-૨-૩ સંયુક્ત) નામથી ૮૦૦૦ (આઠ હજાર) નો પ્રકાશિત થતાં તેઓશ્રીના વ્યાખ્યાનના પુસ્તકમાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહને ઉમેરે થાય છે. એ આપણા સમાજ માટે સદ્ભાગ્યને વિષય છે.
આ બધે પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીને છે
સંવત ૨૦૩૫ના વૈશાખ સુદ છઠ્ઠના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સંયમી જીવનના ૩૦ વર્ષ પૂરા થાય છે. બા. બ્ર. પૂ. મહાસતીજીની સંયમયાત્રાની આ રજતજયંતિ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડીરૂપ બની રહે.
પૂ મહાસતીજીના ચરણકમળમાં અમારા કેટી કેટી વંદન હો.