________________
ર
શ્રી ચંદ્રરોજ ચરિત્ર
સમાનવયવાળા મિત્રો સાથે તે વનમાં જુદી જુદી જાતની ક્રિીડા કરવા લાગે. સ્ત્રી સહિત રાજા અનુપમ વિવિધ રંગ વડે કીડા કરે છે.
ગજ સરખી ગતિવાળી; ચંદ્ર સમાન મુખવાળી નગરનારીઓ પણ ત્યાં કીડા કરે છે. તેમાં કઈક સ્ત્રી બાળકને કેડ ઉપર સ્થાપીને ચંપકવૃક્ષની છાયામાં બેઠી હતી, કોઈક સ્ત્રી આમ્રવૃક્ષની શાખામાં હીંચળ બાંધીને બાળકને હીંચકાવતી હતી, કેઈક સ્ત્રી પિતાના બાળકને હૃદય સાથે સ્નેહ વડે ગાઢ આલિંગન કરતી હતી, કઈક સ્ત્રી પોતાના બાળકને ચાલવાનું શીખવાડતી હતી, વળી બીજી કઈક સ્ત્રી સુખડી આપતી હતી તેમજ કઈક સ્ત્રી સ્તનપાન કરાવતી હતી.
- વીરમતીની ચિંતા
આ પ્રમાણે પિતપોતાનાં બાળકો સાથે કીડા કરતી સ્ત્રીઓને જોઈને ઉદ્યાનકડા ભૂલી જઈ અત્યંત વ્યાકુળ વીરમતી પિતાને પુત્રરહિત અન્ય માનતી નિઃશ્વાસ મૂકતી. દેવને ઉપાલંભ આપે છે. “હે દેવ ! દુર્ભાગ્યથી દૂષિત મને શા માટે દુઃખી કરે છે ? નિર્દય એવા તારા વડે દુઃખપાત્ર એવી હું શા માટે બનાવાઈ? જેમ દીપક વગરનું ગૃહ, જીવ હિત દેહ, સુગંધ વગરનું પુષ્પ, જળ રહિત મૈઘ, જ્ઞાન વગરની દયા, સન્માન વગરનું દાન, મીઠા વગેરે જેને, કંઠ વગરનું ગાન તેમ પુત્ર વંગરની હું