________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આ પ્રમાણે વિવાદ કરતા તેઓની આગળ સિંહલરાજાને હિંસક નામે મંત્રી આવ્યું. તે મંત્રી કપટકળામાં કુશળ છે, કુટિલ પુરુષને નાયક છે, કદાઝેહથી વ્યાપ્ત ચિત્તવાળે છે, દુષ્ટ બુદ્ધિવાળે અને વિશેષે કરીને
અસત્યવાદી છે. જ્યાં જળને સદ્ભાવ કહે ત્યાં કાદવ પણ ન હોય. સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી અસત્ય બોલવું એ જ તેને વ્યાપાર છે.
તે મંત્રીએ ત્યાં આવી ચંદ્રરાજાને નમસ્કાર કરી, ઉચિત સ્થાને બેસી કુટિલતા કરવાનો પ્રારંભ કર્યો.
હે ચંદ્રરાજાઆજે આપના આગમનથી અમારા સર્વ મનોરથ સફળ થયા. હમણાં અમારા રાજાની પ્રાર્થનાને કેમ માનતા નથી? આમ કેમ મૂઢ થયા છે? બેટી હઠ છોડી ઘો. આ પ્રમાણે અસત્ય બલી કુળ આદિ છુપાવવાથી મોટું નુકસાન થશે. શું તમે અમને બધાને બાળક સમજે છે ? જેથી આ પ્રમાણે અસત્ય બાલી અમને છેતરે છે ! અમે અસત્ય બોલતા નથી. માટે વિવાદ કરવાથી સર્યું. પિતાનું સ્વરૂપ સારી રીતે પ્રકાશીને અમારી પ્રાર્થના સ્વીકારે. હમણાં અમારી પાસે આવેલા તમે અમારી રજા સિવાય કેવી રીતે બીજે જશે ! અમારા મનોરથ પૂર્ણ કરી સુખપૂર્વક જાઓ. હે આભાનગરીના સ્વામી! અમારી આશા પૂરનારા તમે જ છે ! અજ્ઞાનરૂપી અંધકારથી હણાયેલા અમે આ બોલતા નથી પરંતુ દેવીના વચનથી તમને ચંદ્રરાજા તરીકે જાણીએ