________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર સર્વને “ધર્મલાભ રૂ૫ આશીષ આપતાં ચંદ્રરાજર્ષિએ કહ્યું :
अणिच्चाई सरीराई, विहवो नेव सासओ । निच्च स निहिओ मच्चू, कायव्वा धम्मस गह। ॥ १५५ ॥ धम्म करेह तुरिय, धम्मेण य हुति सव्वसुक्खाई। सो अभयपयाणेण, पचि दिय-निग्गहेण च ॥ १५६ ॥ मज विसयकसाया, निद्दा विगहा य पंचमी भणिया । एए पंच पमाया, जीव पाडति संसारे ॥ १५७ ॥ बाला पाओ रमणासत्तो, तरूणो पाओ रमणीरत्तो । वुड्ढो पाओ चिंतामग्गो, तमहो ! धम्मे का वि न लग्गा ॥ १५८ ।। असासय जीवियमाहुलाए, धम्म चरे साहुजिणोवइट्ठ। धम्मो य ताण' सरण गईय, धम्म निसेवित्तु सुह लहति ।। १५९ ।।
શરીર અનિત્ય છે, વૈભવ શાશ્વત નથી, મૃત્યુ હંમેશા નજીક રહેલું છે, તેથી ધર્મને સંગ્રહ કરવો. ૧૫૫
ધર્મ જલદી કરે, ધર્મથી સર્વસુખ થાય છે, તે ધર્મ અભય આપવાથી અને પાંચ ઇંદ્રિયોને વશ કરવાથી થાય છે. ૧૫૬
મદિરા, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. ૧૫૭
બાળક પ્રાયઃ રમવામાં આસક્ત હોય છે, યુવાન પ્રાયઃ સ્ત્રીમાં આસક્ત હોય છે, વૃદ્ધ પ્રાયઃ ચિંતામગ્ન હોય છે, તેથી આશ્ચર્ય છે કે કેઈ ધર્મમાં લાગ્યા નથી. ૧૫૮
આ લોકમાં જ્ઞાનીઓ જીવિતને અશાશ્વત કહે છે, માટે જિનેશ્વરે કહેલા ધર્મને સારી રીતે આચરે. ધર્મ એ રક્ષણ