________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૪પ શ્રી સિદ્ધાચલતીથમાં ચંદ્રકેવલીને મોક્ષ
જે આ પવિત્ર તીર્થ પહેલા પણ તેમને મનુષ્યપણું પમાડવામાં પરમ ઉપકારનું કારણ થયું હતું, ફરીથી પણ જ્ઞાન વડે જાણ્યું કે જે આ તીર્થ પર્યતે પણ મને સિદ્ધિપદ આપનાર થશે, અહી અનંત મુનિવરે સિદ્ધિ પદ પામ્યા છે, આ ગિરિરાજના સ્મરણમાત્રથી પ્રાણીઓના સર્વ કર્મોને વિનાશ થાય છે. એ પ્રમાણે જાણતાં તેમણે તે જ મહાતીર્થમાં એક માસની સંખના કરી.
તે ચંદ્રરાજમહષિ એક હજાર વર્ષ દીક્ષા પર્યાય પાળીને, ત્રીશ હજાર વર્ષનું સર્વ આયુષ્ય ભેગવીને, છેવટે રોગનિરોધ કરીને ચૌદમા અગી ગુણસ્થાનકે પાંચ હસ્વાક્ષર ઉચારસમય પ્રમાણ રહીને તે વખતે વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર એ ચાર અઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરીને અનંતવીર્ય, અમેદત્ય, અતીંદ્રિય અને અક્ષયપણું મેળવીને એક સમય માત્ર ઊર્ધ્વગતિ કરીને સિદ્ધિપદ પામ્યા.
સર્વાર્થસિદ્ધ વિમાનની ઉપર બાર જન ગયા પછી ઉત્તાન છત્રના આકારે રહેલી ઈષપ્રશ્નારા નામે પૃથ્વી છે, તે પિસ્તાલીશ લાખ જન વિસ્તારવાળી છે, પરિધિવડે સાધિક ત્રણગુણી છે, તેની ઉપર એક પેજને લોકનો અંત ભાગ છે, તે જનનો ઉપરનો જે કેશ (ગાઉ) છે. તે કેશના છઠ્ઠા ભાગે સિદ્ધોની અવગાહના જીવના પ્રદેશથી બનેલા આકારવાળી છે. ત્યાં જન્મ-જા-મરણથી મુક્ત, કર્મકલંકથી રહિત, પીડા રહિત, કેવળજ્ઞાન અને કેવળદર્શન વાળા, નિરુપમ સુખથી વ્યાપ્ત સર્વથા-કૃતકૃત્ય સાદિ અપર્ય વસિત અક્ષયાનંદ સ્વરૂપ તે ઉત્પન્ન થયા. કહ્યું છે કે –