________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
- ૪૧૭ ધનુષ્ય) માં સિદ્ધોની અવગાહના કહી છે. ૧૮૬ - હવે સુમતિ અને શિવકુમાર સાધુ તથા ગુણાવલી અને પ્રેમલાલચ્છી સાધવી પણ અનુક્રમે આઠ કર્મો ખપાવીને સિદ્ધિપદ પામ્યા.
શિવમાળા પ્રમુખ સાધ્વીને પરિવાર સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયે, ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈને તે સર્વ સિદ્ધિસુખ પામશે. આ પ્રમાણે શીલરત્નના પ્રભાવે જેવી રીતે તેઓના આવા પ્રકારની ઈષ્ટસિદ્ધિ થઈ, તેવી રીતે હે ભવ્ય છે ! ચંદ્રરાજાની જેમ બીજા પણ જે બ્રહ્મત્રત પાળે તે મુક્તિ સુખ મેળવે છે. જે નવ બ્રહ્મચર્યની ગુપ્તિ વડે વિશુદ્ધ શીલવાળે વિમલગિરિવરને સ્પર્શ કરે છે તે ચંદ્રરાજાની પેઠે પરમ શાંત સુધારસનો આસ્વાદ કરનાર થાય છે.
चदस्स पयऽभावो, सत्तुवही य गमण च आभाए । संजमगहण सिवपयलाहो कहिया चउत्ण मि ॥ १८७ ॥
આ ચેથા ઉદ્દેશામાં ચંદ્રરાજાનું પ્રકટ થવું, શત્રુનો વધ, આભાપુરીમાં ગમન, સંયમનું ગ્રહણ, અને મોક્ષપદની પ્રાપ્તિ કહ્યા છે. ૧૮૭
પ્રશસ્તિ
एवं निम्मलसीलावरि चरित हि चदरायस्स ।
सेोच्चा तहा सुसीले, जत्तों भविएण क.यव्व। ।। १ ।। ચં. ચ. ૨૭