________________
૪૦૨
શ્રી ચંદ્રરાજ ચરિત્ર એમાં કઈ સંદેહ નથી, અને ચારિત્રનું પાલન અતિ દુષ્કર છે, પરંતુ તે કાયર કઠિન નથી.
આ પ્રમાણે ચંદ્રરાજાને ચારિત્ર ગ્રહણ કરવામાં દઢ ભાવ જોઈને ભગવંતે તેને ચારિત્ર આપવાનું સ્વીકાર્યું.
તે પછી પ્રમુદિત ચિત્તવાળો ચંદ્રરાજ જેમ સાપ કાંચળીને ઉતારે તેમ શરીર ઉપરથી સર્વ આભારણને ઉતારે છે, તે પછી કર્મરૂપી વૃક્ષના મૂળને ઉખેડી નાંખતો હોય તેમ મસ્તકના કેશોને ઉખેડતે તે પંચમુષ્ટિ લેચ કરે છે. તે પછી શુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપ મહાવતેને ગ્રહણ કરવા માટે તૈયાર થયે.
તે વખતે પરમાત્મા તેને ધમ ધવજ (એ) અને મુહપત્તિ આદિ મુનિશ સમર્પણ કરીને મસ્તક ઉપર શિવવધૂને વશ કરવા માટે જાણે શ્રેષ્ઠ સુગંધથી ભરેલા વાસચૂર્ણને નાંખે છે, પછી ઇંદ્ર આદિ દેવે પણ તેની ઉપર વાસક્ષેપ કરે છે. તે પછી ત્રિલેકપ્રભુ તેને મહાવતે ઉશ્ચરાવે છે, અને તે રાજર્ષિ થયા.
તે પછી દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને રાજાઓ તે ચંદ્રરાજર્ષિને વંદન કરે છે, સુમતિ મંત્રીએ પણ તે વખતે જ દીક્ષા ગ્રહણ કરી. તેણે પણ ચંદ્રરાજર્ષિ નું યથાર્થ મંત્રીપદ મેળવ્યું. તે પછી શિવકુમાર નટ પણ સંસારસંબંધી નટપણાને ત્યાગ કરીને લોકરૂપી વાંસના અગ્રભાગ ઉપર ચઢવાને દુષ્કર ચરણક્રીડા કરવા માટે નવીન સંયમરૂપી નાટકની ક્રિયાને અંગીકાર કરે છે, અથવા તે પણ નટપણું છોડીને ચારિત્ર ગ્રહણ કરે છે.