________________
૪૦૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
જેમ જેમ આત્મારૂપી પૃથ્વી શાંત રસ વડે સીંચાય છે તેમ તેમ તે વધારે સ્નિગ્ધ થાય છે, શુદ્ધ ફળને આપનારી જાતિવ ́ત સુવણુ ની જેમ તે અત્યંત શોભે છે. ૧૬૨
જ્યારે શુદ્ધ આત્મા ઉત્તમ અનુષ્ઠાનમાં તત્પર થાય છે, ત્યારે તે સાધુપુરુષને મેાક્ષની સપતિ સુલભ થાય છે. ૧૬૩
સંસારના સુખથી વિરક્ત અની જે આત્માને શેાધનાર થાય છે, જ્ઞાનાદિ ગુણુથી યુક્ત એવા તેને નિત્યાનંદ-માક્ષ દુલ ભ નથી. ૧૬૪
ચંદ્રરાજ`િને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ
આ પ્રમાણે ચંદ્રરાજષિ નિમ`ળ સયમની આરાધનાની વિશુદ્ધિ વડે વધતા પરિણામવાળા અનુક્રમે ક્ષપશ્રેણી ઉપર ચઢીને નવમા-દશમા ગુણસ્થાને સથા માહરાજાની પ્રખલ સેનાને જીતી વીતરાગ થઈ ખાકી રહેલા ઘનઘાતી કર્મોના વિનાશ કરવા તૈયાર થયા.
અહીં અગ્યારમા ચીકણા ઉપશાંતમાડુ ગુણસ્થાને ગયેલા પ્રાણીએ પતન પામે જ છે, તેથી તે અપ્રતિપાતી વધતા વિશુદ્ધ પરિણામ વડે તે ગુણસ્થાનને નહિ સ્પર્શ કરતા બારમા ક્ષીણુમેહ નામના ગુણસ્થાનકને પામીને ત્રણ બાકીના ઘાતિકાને સથા ખપાવીને શાશ્વત સુખના કારણરૂપ લેાકાલાક પ્રકાશક કેવલ જ્ઞાન અને કેવલદેનને પ્રાપ્ત કરે છે, તે વખતે આત્માના જ્ઞાનાદિ ગુણાને રોકનારા કાય રૂપ જે કમ પુદ્ગલા હતા તે કારણુભાવને પામ્યા. અથવા તે આત્મપ્રદેશેાથી જુદા થયેલા