________________
૧૨
શ્રી ચંદ્રરાજ ચરિત્ર ઉદ્યમ કરવું જોઈએ. કારણ કે જે વિષયમાં મૂઢ પ્રાણીઓને અનંત દુઃખ આપનારા વિષય-કષાયે નરક-નિગદરૂપ ભવસમુદ્રમાં અનંતવાર ભમાડે છે, તેમાંથી ફરીથી મનુષ્યભવ અનંતકાળે પણ મેળવાતું નથી. કહ્યું છે કે- ૧૭૨
अच्छिनिमीलणमेत्तं, नत्थि सुह दुक्खमेव पडिबद्ध । नरए नेरइयाण', अहानिस पच्चमाणाणं ॥ १७२ ॥ ज नरए नेरइया, दुक्ख पात्र ति गोअमा ! निच्न । त पुण निगाअमज्झे, अणतगुण मुणेयव्व ॥ १७३ ॥
નરકમાં રાત્રિ દિવસ રંધાતા નરકના જીવને આંખ મીંચે એટલા કાળ સુધી પણ સુખ નથી, દુઃખ જ જોડાયેલું હોય છે. ૧૭૨
હે ગૌતમ! નારકીમાં નારક જીવે જે દુઃખ પામે છે, તેના કરતાં નિગદની અંદર અનંતગણું દુઃખ જાણવું. ૧૭૩
તેથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ ચાર કારણોથી પીડાયેલા, અનાદિકાળથી મોહવાસના વડે નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ આદિ સંજ્ઞામાં આસક્ત, અનેક પ્રકારના દુઃખસાગરમાં નિમગ્ન અશરણ પ્રાણી સમુદાયને જોઈને દુર્ગતિના નાશ માટે શાશ્વત સુખસંપત્તિને આપવામાં સમર્થ ધર્મનુષ્ઠાનમાં વિશેષે કરીને યત્ન કરી જોઈએ. કહ્યું છે કે
जाएण जीवलोगे, दो चेव नरेण सिक्खियव्वाइ । कम्मेण जेण जीवइ, जेण मओ सुग्गइ जाइ ॥ १७४ ॥