________________
-
hદ ના
=
"
કામ
૪૦૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર કેદખાનામાં રહે છે, અને આઠ કર્મરૂપી પાશથી મુક્ત થયેલ આત્મા મોક્ષમંદિરમાં રહે છે. ૧૪૮
વૈભવ, સજજનને સંગ, વિલાસથી મનોહર વિષયસુખે, કમળપત્રના અગ્રભાગ ઉપર કંપતા પાણીના બિંદુ સમાન સર્વ ચંચળ છે. ૧૪૯
શરીર અનિત્ય છે, વૈભવ શાશ્વત નથી, મૃત્યુ હંમેશા નજીક રહેલ છે, માટે ધર્મને સંગ્રહ કરે જોઈએ. ૧૫૦
આ જિન ધર્મ દુર્લભ છે, તું પ્રમાદની ખાણરૂપ અને સુખની ઈચ્છાવાળો છે, નરકના દુઃખ દુઃસહ છે, કેવી રીતે થશે તે અમે જાણતા નથી. ૧૫૧
લેકમાં ધર્મ સાર છે, ધર્મ પણ જ્ઞાન રૂપી સારવાળો છે, જ્ઞાન એ સંયમના સારવાળું છે, અને સંયમને સાર નિર્વાણ-મેક્ષ છે. ૧૫ર
આ પ્રમાણે જગપ્રભુની દેશનારૂપી અમૃતરસના પાન વડે તેઓને વૈરાગ્યભાવ વધારે વૃદ્ધિપણને પામે. ઇંદ્રાદિ, દેવે પણ ચંદ્રરાજાની ઘણી પ્રશંસા કરે છે. તે પછી ચંદ્રરાજાના પુત્ર ગુણશેખર રાજા શ્રી મુનિસુવ્રત તીર્થકરને પ્રાર્થના કરે છે કે હે ભગવંત ! મેક્ષસુખની અભિલાષાવાળા. અમારા પિતા વગેરેને ચારિત્ર આપવા માટે કૃપા કરે.
શ્રી જિનેશ્વરદેવ આ પ્રમાણે જાણે છે કે જેમ કાંસાના. પાત્રમાં જળબિંદુ રહેતા નથી, તેવી રીતે જ ચંદ્રરાજાના ચિત્તમાં વિષયને રાગ રહેવા માટે શકય નથી, તે પણ, દીક્ષાનું દઢપણે પાલન કરવા માટે ચંદ્રરાજાને પિતાની પાસે બેલાવીને કહે છે કે- હે ચંદ્રનરેશ! તું સંયમ લેવા તૈયાર