________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
- ૪૦૧ થયે છે, તે શ્રેષ્ઠ છે, પરંતુ સંયમ ગ્રહણ અત્યંત દુષ્કર છે, ખગધારા સરખું છે, મહાકષ્ઠ ત્યાં જવાય છે, મણના દાંતે વડે લોઢાના ચણા ચાવવા જેવું છે, રેતીના કેળિયાની જેમ કષાયને ત્યાગ અને પરીષહ તેમજ ઉપસર્ગોને સહન કરવા તે અત્યંત દુષ્કળ છે. કહ્યું છે કે
कसाया जास नोच्छिन्ना, न सिया मणनिग्गहो । इंदियाई न गुत्ताइ, पव्वज्जा तास निप्फला ॥ १५३ ॥ अन्नाण' खलु कट्ठ, कोहाईओ वि सव्वपावाओ ।
जेणावरिआ लेोगा, हियाहिय तेव जाणति ॥ १५४ ॥ જેઓના કષાય દૂર થયા નથી, જેઓને મનને નિગ્રહ થયું નથી. જેઓએ ઇદ્રિને કાબૂમાં રાખી નથી, તેઓની દીક્ષા નિષ્ફળ છે. ૧૫૩
ક્રોધ આદિ સર્વ પાપો કરતાં પણ અજ્ઞાન વધુ કષ્ટરૂપ છે, જે અજ્ઞાનથી આવરણ પામેલા લોકો હિત અને અહિતને જાણતા નથી. ૧૫૪
વળી અશુભ થાનગ વડે જ્યારે વ્રતરૂપ પર્વતના શિખર ઉપરથી જીવેનું પતન થાય છે, ત્યારે તેઓની કઈ ઠેકાણે શુદ્ધિ થતી નથી, તેથી, તેઓ દુર્ગતિમાં જ પરિભ્રમણ કરે છે. આથી તારે જે કાંઈ કરવું હોય તે સારી રીતે વિચારીને કરવું.
આ પ્રમાણે શ્રી જિનેશ્વર દેવનું વચન સાંભળીને ચંદ્રરાજાએ કહ્યું કેહે સ્વામી ! આપે યથાર્થ જ કહ્યું છે.
ચં. ચ. ૨૬