________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૦૫ શીતળ જળથી ભરેલા સમીપમાં રહેલા એક સરોવરની પાળ ઉપર વિસામો લેવા બેઠે. તેટલામાં ત્યાં પાણી પીવા માટે કેટલાક વ્યવહારીઓ આવ્યા.
અમૃત સરખા નિર્મળ જળથી તરસ છિપાવીને પાછા ફરતા તે વ્યવહારીઓને મકરવજ રાજાએ આદર સહિત બેલાવીને પૂછયું : “તમે પરદેશી જણાએ છે. આથી ઘણાં કૌતુકો જોયાં હશે. તેમાં કાંઈ મને હર જાણવા જેવું હોય તો જણાવે. આકૃતિથી તમે વિચક્ષણ દેખાઓ છે. તેથી અપૂર્વ કેઈમનહર વૃત્તાંત સંભળાવીને મારે મરથ પૂરે.” અન્ય વ્યાપારીઓએ કરેલી કનકદેવજકુમારના
રૂપની પ્રશંસા આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તે વ્યાપારીઓ બે હાથ જોડી વિનમ્રપણે રાજાની પાસે બેસીને પોતે જાણેલું અદ્ભુત વૃત્તાંત કહેવાનો પ્રારંભ કર્યો?
“હે રાજન ! અમે વ્યાપારીઓ વ્યાપાર માટે ભમતા અનુક્રમે સિંધુ દેશમાં ગયા. ત્યાં સિંહલપુરી નગરીમાં કનકરથ નામે રાજા રાજ્ય કરે છે, તે રાજાને કામદેવના રૂપને જીતનારે, શુભલક્ષણેથી વ્યાપ્ત દેહવા કનકધવજ નામે પુત્ર છે. સ્વદેશ અને પરદેશમાં જેને યશ વિસ્તાર પાપે છે એવા તેને ક્યારેય ભૂમિગૃહમાંથી બહાર કાઢતા નથી. હંમેશા તે ભયરામાં જ રહે છે. ત્યાં રહેલો તે અને પ્રકારની સથે (શાસ્ત્ર-શસ્ત્ર) કળાને અભ્યાસ કરે છે.