________________
૨૧૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કહીએ? તમારા પ્રભાવે ચામડાનું નાણું પણ માન્ય થાય છે. તમારી આગળ બોલવા માટે કઈ શક્તિશાળી નથી, અહીં ઘણા રાજાઓ થયા છે. મેં પણ તેઓને જોયા છે. આગળ પણ જોઈશ. પરંતુ તમારી આગળ તેઓની કઈ ગણતરી? તમે સ્ત્રી હોવા છતાં પણ ખેદ ન કરે. પૃથ્વી પણ સ્ત્રીલિંગધારિણી છે. બીજા જ્યારે વૃદ્ધ થાય છે, ત્યારે શરીરથી નમે છે, વાંકા વળે છે, તમે તે વૃદ્ધ થવા છતાં બીજાને નમાવે છે, તેથી તમારું વૃદ્ધત્વ વખાણવા લાયક છે.”
આ પ્રમાણે મંત્રીનાં વચન સાંભળીને હર્ષથી પૂર્ણ હૃદયવાળી, ક્ષુદ્ર સ્વભાવવાળી વીરમતી લજજા ન પામી. ફરીથી હર્ષ પામેલી તેણે કહ્યું કે, “તું મારે સાચે સેવક છે, તારું વચન મારે માનવા ગ્ય જ છે.”
મંત્રીએ જાણ્યું કે, અમારો પણ વળાવીઓ-રક્ષક વાઘ થા છે, પણ તે સારું નથી. આ પ્રમાણે વિચાર કરતાં તેને દષ્ટિમાર્ગમાં પાંજરાની અંદર રહેલે કૂકડે આવે. કૂકડાને જોઈ મંત્રીએ પૂછવાથી વીરમતીનું
અસત્ય કથન તે પછી તે કૂકડાને જોઈને તે મંત્રી વીરમતીને પૂછે છે કે, “હે પૂજ્યા ! આ પક્ષીને પાંજરામાં કેમ નાંખ્યો છે? અથવા કોઈ દેવવિશેષને વશ કરીને બીજારૂપે રાખે છે, સાચું કહો.”