________________
૩૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર સિદ્ધ કર્યું. કારણ કે તેના જ પ્રયાસથી મારે ભર મનુષ્યપણું પામે. તે પણ તેણીએ મને શકયભાવ બતાવ્યું છે. કારણ કે તેણે મારા ધણીને ભેળવીને ત્યાંજ રોકી દીધું છે. હમણાં કેઈ ત્યાં જઈને તેને કહે કે- “સાસરાના ઘરે નિવાસ કરવાથી પુરુષ લઘુતાને પામે છે, તે તે જલદી અહીં આવે. પરંતુ મારા એવા પ્રકારનાં વચને તેને કોણ કહે ?
કેટલાક કહે છે કે પહેલી પરણેલી સ્ત્રી પુરુષને અત્યંત વહાલી હોય છે, વળી કેટલાક એમ પણ કહે છે કે જે નવું હેય તે પ્રિય હોય છે. જુઓ! પરિપૂર્ણ પ્રકાશ કરતા એવા પણ પૂર્ણિમાના ચંદ્રને કેઈ જેતા નથી, નાના એવા પણ બીજના ચંદ્રને સર્વ જુએ છે. તેવી રીતે મારે પ્રિય પણ પ્રેમલાલચ્છીને જ દેખે છે, સાસુના વચન પ્રમાણે ચાલનારી હું તેને અનિષ્ટ થઈ છું. તેમ જ જ્યાં કૂકડાપણું પ્રાપ્ત કર્યું ત્યાં આવવું તેને કઈ રીતે ગમે ? પરંતુ તે તે જાણતા નથી કે પ્રિયના દર્શનની અભિલાષાવાળી હું પ્રિય વિના અત્યંત કષ્ટપૂર્વક દિવસ પસાર કરું છું. મારી રાત પણ આંસુથી ભરેલા વસ્ત્રથી વ્યતીત થાય છે, મારું શરીર વિરહાગ્નિથી બળે છે, પ્રિયના સંગરૂપી પાણી વિના તેને શાંતિ કેવી રીતે થાય ? ગુણુવલીએ શુધારા ચંદ્રરાજા ઉપર પત્ર મેલ્યો
આ પ્રમાણે વિલાપ કરતી તે ગુણાવલીની આગળ એક શુક આવ્યું, તે મનુષ્ય વાણીથી તેને કહે છે કે-હે મૃગનયના ! તું જેના વડે પીડા પામે છે? તું દીનમુખવાળી