________________
૩૭૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
પસિં સર મશ, સયા અલ્થ gg I. નર્માતામિ શનિ, તાસિં સેવં પ્રભુત્તમ | રૂ ૦ છે.
હંમેશા પગલે પગલે મને તેઓનું શરણ છે. જન્માંતરમાં તેઓની સર્વોત્તમ સેવા ઈચ્છું છું. ૧૩૦
હંમેશા તેઓ નમસ્કાર કરવા લાયક છે, ઉત્તમ શીલવડે શોભતા આ ઉત્તમ સાધ્વીઓની આભવ અને પરભવમાં દુઃખ આપનારી નિંદા કયારેય ન કરવી જોઈએ. તેઓની નિંદાથી માણસ પાપનું ભાજન થાય છે. તેનો સુકૃતત સુકાઈ જાય છે.
આ પ્રમાણે મંત્રીપુત્રીનાં વચને સાંભળીને રાજપુત્રી મૌન ધરીને પિતાના સ્થાને ગઈ.
બીજે દિવસે તેવી જ રીતે તિલકમંજરી રૂપમતીને મળવા માટે આવી. તે વખતે તે ઘરના આંગણામાં મોતીને હાર ગૂંથે છે. તે સમયે ભિક્ષા માટે એક સાધ્વી તેને ઘેર આવ્યા. તે વખતે તે પિતાના કાનનું આભૂષણ પરેવતી હતી, સાધ્વીને આવેલા જોઈને તે કાનનું આભૂષણ થાળીમાં મૂકીને અત્યંત હર્ષિત ચિત્તવાળી ઊભી થઈને પકવાન આદિ શુદ્ધ આહાર સાધવીને આપીને ઘી લેવા માટે ઘરની અંદર ગઈ. તે વખતે સાધ્વીષિણી તે રાજપુત્રી થાળીમાં રહેલા તે કાનના આભરણને કઈ ન જાણે તેવી રીતે લઈને સાધ્વીના ઉત્તરીય વસ્ત્રમાં બાંધે છે, ભક્તિના સમૂહથી ભરેલા ચિત્તવાળી મંત્રીપુત્રી ઘી લાવીને સાધ્વીને આપતી પિતાને ધન્ય માને છે. જે વસ્તુ આવા પ્રકારના સુપાત્રમાં અપાય તે જ સફળ છે. જે